________________
અ૦ ૮ સૂ૦ ૧૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૬૯
એકેન્દ્રિય જીવોને પ્રથમની ચાર, સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ અને બાકીના સઘળા (બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય) જીવોને મન સિવાયની પાંચ પર્યાપ્તિઓ હોય છે.
દરેક જીવ ઉત્પત્તિ સ્થાને આવતાંની સાથે જ સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરવા પ્રયત્ન શરૂ કરી દે છે. તેમાં જે જીવોને પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય તે જ જીવો સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે છે. જેને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય તે જીવ સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે છે. અપર્યાપ્ત નામકર્મ સ્થાવર દશકમાં આવશે.
(૪) પ્રત્યેક શરીર– જેના ઉદયથી જીવને સ્વતંત્ર એક શ૨ી૨ પ્રાપ્ત થાય તે પ્રત્યેકશરીર નામકર્મ.
(૫) સ્થિર– જેના ઉદયથી શરીરના દાંત, હાડકાં આદિ અવયવો નિશ્ચલ બને તે સ્થિર નામકર્મ.
(૬) શુભ— જેના ઉદયથી નાભિથી ઉપરના શુભ અવયવો પ્રાપ્ત થાય તે શુભ નામકર્મ. નાભિથી ઉપરના અવયવો શુભ ગણાય છે.
(૭) સુભગ—– જેના ઉદયથી જીવ ઉપકાર ન કરવા છતાં સર્વને પ્રિય બને તે સુભગ નામકર્મ.
(૮) સુસ્વર-- જેના ઉદયથી મધુર સ્વર પ્રાપ્ત થાય તે સુસ્વર નામકર્મ. તે (૯) આદેય— જેના ઉદયથી જીવનું વચન ઉપાદેય બને, દર્શનમાત્રથી સત્કાર-સન્માન થાય, તે આદેય નામકર્મ.
(૧૦) યશ— જેના ઉદયથી યશ-કીર્તિ-ખ્યાતિ મળે તે યશ નામકર્મ.
સ્થાવર દશક–
ત્રસ દશકમાં ત્રસ આદિનો જે અર્થ છે તેનાથી વિપરીત અર્થ અનુક્રમે સ્થાવર આદિનો છે. જેમ કે–ત્રસના અર્થથી સ્થાવરનો અર્થ વિપરીત છે. બાદરના અર્થથી સૂક્ષ્મનો અર્થ વિપરીત છે.
(૧) સ્થાવર– જેના ઉદયથી જીવ ઇચ્છા થવા છતાં અન્યત્ર ન જઇ શકે તે. (૨) સૂક્ષ્મ– જેના ઉદયથી સૂક્ષ્મ (આંખોથી ન દેખી શકાય તેવા) શરીરની પ્રાપ્તિ થાય તે. (૩) અપર્યાપ્ત—જેના ઉદયથી સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય તે. (૪) સાધારણ શરીર– જેના ઉદયથી અનંત જીવો વચ્ચે
=