________________
૩૬૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૧૨
(૭) નિર્માણ– જેના ઉદયથી શરીરના દરેક અંગની અને ઉપાંગની પોતપોતાના નિયત સ્થાને રચના થાય તે નિર્માણ નામકર્મ. (૮) ઉપઘાત– જેના ઉદયથી શરીરના અંગોનો અને ઉપાંગોનો ઉપધાત(=ખંડન) થાય તે ઉપઘાત નામકર્મ.
ત્રશ દશકે—
(૧) ત્રસ– જેના ઉદયથી જીવ ઇચ્છા થતાં એક સ્થાનેથી બીજા સ્થાને જઇ શકે તે ત્રસ નામકર્મ. બેઇન્દ્રિય આદિ જીવોને ત્રસ નામકર્મનો ઉદય હોય છે. યદ્યપિ વાયુકાય અને તેઉકાયના જીવો અન્યસ્થાને જઇ શકે છે, પણ તેમાં તેમની ઇચ્છા કારણ નથી, કિન્તુ સ્વાભાવિક રીતે ગતિ થાય છે. આથી તેમને આ કર્મનો ઉદય ન હોય.
(૨) બાદર– જેના ઉદયથી બાદર (સ્કૂલ) શરીર પ્રાપ્ત થાય તે બાદર નામકર્મ.
(૩) પર્યાપ્ત— જેના ઉદયથી સ્વપ્રાયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ થાય તે પર્યાપ્ત નામકર્મ. પર્યાપ્ત એટલે પુદ્ગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી તે તે પુદ્ગલોના ગ્રહણ અને પરિણમનમાં કારણભૂત શક્તિવિશેષ. પર્યાતિઓ છ છે. આહારપર્યાપ્તિ, શ૨ી૨૫ર્યાતિ, ઇન્દ્રિયપર્યાપ્ત, શ્વાસોચ્છ્વાસપર્યામિ, ભાષાપર્યાપ્ત અને મનઃપર્યાપ્તિ. (૧) જીવ જે શક્તિથી બાહ્ય પુદ્ગલોનો આહાર ગ્રહણ કરીને તે પુદ્ગલોને ખલ(=મળ) અને રસ રૂપે પરિણમાવે તે શક્તિ આહારપર્યાપ્ત. (૨) રસ રૂપે થયેલા આહારને લોહી આદિ ધાતુ રૂપે પરિણમાવવાની શક્તિ એ શરીર૫ર્યાપ્તિ. (૩) ધાતુ રૂપે પરિણમેલા આહારને ઇન્દ્રિયો રૂપે પરિણમાવવાની શક્તિ એ ઇન્દ્રિયપર્યાપ્ત. (૪) જે શક્તિથી શ્વાસોશ્વાસ પ્રાયોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને શ્વાસોશ્વાસ રૂપે પરિણમાવી તે જ પુદ્ગલોના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દે તે શક્તિ શ્વાસોશ્વાસપર્યામિ. (૫) ભાષાપ્રાયોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવી તે જ પુદ્ગલોના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દેવાની શક્તિ તે ભાષાપર્યાપ્તિ. (૬) મન:પ્રાયોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે પરિણમાવી તે જ પુદ્ગલોના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દેવાની શક્તિ તે મન:પર્યાપ્તિ.