________________
અ) ૮ સૂ૦૧૨] શ્રીતQાથધિગમસૂત્ર
૩૬૫ સમચતુરસ રચના(સંસ્થાન) થાય તે સમચતુરન્સ સંસ્થાન નામકર્મ. એ પ્રમાણે અન્ય સંસ્થાનની વ્યાખ્યા અંગે પણ સમજી લેવું.
(૯) વર્ણ– વર્ણ એટલે રૂ૫=રંગ. વર્ણ પાંચ છે. કૃષ્ણ, નીલ (લીલો). રક્ત, પીત અને શુક્લ. જે કર્મના ઉદયથી શરીરનો વર્ણ કૃષ્ણ થાય તે કૃષ્ણવર્ણ નામકર્મ. એ પ્રમાણે અન્ય વર્ણ વિષે પણ જાણવું.
(૧૦) ગંધ– ગંધના બે ભેદો છે. સુગંધ અને દુર્ગધ. જે કર્મના ઉદયથી શરીર સુગંધી હોય તે સુગંધ નામકર્મ અને દુર્ગધી હોય તે દુર્ગધ નામકર્મ
(૧૧) રસ- રસ(=સ્વાદ) પાંચ પ્રકારનો છે. તિક્ત (તીખો), કટુ, કષાય (તૂરો), અમ્લ (ખાટો) અને "મધુર. જે કર્મના ઉદયથી શરીર તિક્ત હોય=શરીરનો રસ તીખો હોય તે તિક્તરસ નામકર્મ. એ પ્રમાણે અન્ય રસની પણ વ્યાખ્યા સમજી લેવી.
(૧૨) સ્પર્શ– સ્પર્શના આઠ ભેદો છે. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ. જે કર્મના ઉદયથી શરીરનો સ્પર્શ કર્કશ થાય તે કર્કશ નામકર્મ. એ પ્રમાણે અન્ય સ્પર્શ વિષે પણ જાણવું.
(૧૩) આનુપૂર્વી– જીવ મૃત્યુ પામીને અન્ય ગતિમાં વક્ર(=વાંકી) અને ઋજુ(=સરળ) એ બે પ્રકારની ગતિથી જાય છે. તેમાં જયારે ઋજુગતિથી પરભવના સ્થાને જાય છે ત્યારે એક જ સમયમાં પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. આ વખતે તેને કોઈ પણ જાતની મદદની જરૂર રહેતી નથી. પણ જ્યારે વક્રગતિથી પરભવના સ્થાને જાય છે, ત્યારે પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચતાં બે, ત્રણ કે ચાર સમય લાગી જાય છે. આ વખતે તેને ગતિ કરવામાં મદદની જરૂર પડે છે. જેમ કોઈ મુસાફરને ૪-૫ કલાકની મુસાફરી કરવી હોય તો વચ્ચે નવા આહારની જરૂર પડતી નથી. જે આહાર લીધો હોય તેની મદદથી જ પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. પણ બે કે તેથી વધારે દિવસની મુસાફરી કરવી હોય તો તેને રસ્તામાં નવા આહારની જરૂર પડે છે, તેમ અહીં જુગતિથી એક સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચનાર જીવને વિશિષ્ટ નવી મદદની જરૂર પડતી નથી. પોતાના પૂર્વભવના આયુષ્યના વ્યાપારથી તે ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. પોતાના પૂર્વભવના આયુષ્યનો ૧. અન્ય ગ્રંથોમાં લવણ રસ સાથે છ રસો જણાવેલા છે.