________________
અ૦ ૮ સૂ૦ ૧૦]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૫૭
પ્રરૂપણા(=નિયમ) પણ વ્યવહારથી(=સ્થૂલદષ્ટિથી) છે. કારણ કે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા તાપસો, અકામનિર્જરા કરનારા જીવો, અભવ્યસંયમી વગેરે દેવલોકમાં કે મનુષ્યલોકમાં ઉત્પન્ન થાય છે. તથા અપ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યો કે તિર્યંચો દેવગતિમાં અને દેવો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળા દેશિવરિત મનુષ્યો અને તિર્યંચો દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન– આ દૃષ્ટિએ કયા પ્રકારના કષાયવાળા જીવો કઇ ગતિમાં જાય તેનો ચોક્કસ નિયમ ન રહ્યો.
ઉત્તર– ગતિની પ્રાપ્તિ આયુષ્યબંધના આધારે છે. જીવે જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં ઉત્પન્ન થાય છે. આયુષ્યબંધનો આધાર અનંતાનુબંધી આદિ કષાયો ઉપર છે. અનંતાનુબંધી કષાયના ઉદય વખતે જો આયુષ્યનો બંધ થાય તો અધ્યવસાય પ્રમાણે (કષાયપરિણતિની તરતમતા પ્રમાણે) ચા૨ ગતિમાંથી ગમે તે ગતિનું આયુષ્ય બંધાય. એટલે અનંતાનુબંધી કષાયના ઉદય વખતે કઇ ગતિનું આયુષ્ય બંધાય તેનો ચોક્કસ નિયમ નથી. જો એ કષાયોની પરિણતિ અતિમંદ હોય તો દેવગતિનું આયુષ્ય પણ બંધાય, અતિતીવ્ર હોય તો નરકગતિનું આયુષ્ય બંધાય, અને મધ્યમ હોય તો તિર્યંચ કે મનુષ્ય ગતિનું આયુષ્ય બંધાય. અપ્રત્યાખ્યાન કષાય વખતે આયુષ્ય બંધાય તો દેવોને અને નારકોને મનુષ્યગતિનું જ તથા મનુષ્યો અને તિર્યંચોને દેવગતિનું જ આયુષ્ય બંધાય. પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન એ બે પ્રકારના કષાયના ઉદય વખતે આયુષ્ય બંધાય તો નિયમા દેવગતિનું જ આયુષ્ય બંધાય. આમ ગતિનો આધાર મૃત્યુ વખતે કયા પ્રકારના કષાયો છે તેના ઉપર નથી, કિંતુ આયુષ્ય બંધ વખતે કેવા પ્રકારના કષાયો છે તેના ઉપર છે. આયુષ્ય ક્યારે બંધાય છે તેની આપણને ખબર પડતી નથી. માટે સતિમાં જવું હોય તો સદા શુભ પરિણામ રાખવા જોઇએ.
દૃષ્ટાંતોથી ક્રોધાદિ કષાયનું સ્વરૂપ—
ક્રોધ-- સંજ્વલન ક્રોધ જલરેખા સમાન છે. જેમ લાકડીના પ્રહાર આદિથી જલમાં પડેલી રેખા પડતાંની સાથે જ તુરત વિના પ્રયત્ને નાશ પામે છે, તેમ ઉદય પામેલ સંજવલન ક્રોધ ખાસ પુરુષાર્થ કર્યા વિના શીઘ્ર નાશ પામે છે.