________________
૩૮
यस्तु कृतार्थोऽप्युत्तम-मवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो-प्युत्तम इति पूज्यतम एव ॥ ६ ॥ तस्मादर्हति पूजा-महत्रेवोत्तमोत्तमो लोके । देवर्षि-नरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ॥ ७ ॥ अभ्यर्चनादर्हतां, मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयस-मतो हि तत्पूजनं न्याय्यम् ॥ ८ ॥ तीर्थप्रवर्तनफलं, यत्प्रोक्तं कर्म तीर्थकरनाम । तस्योदयात् कृतार्थो-ऽप्यहँस्तीर्थं प्रवर्तयति ॥ ९ ॥ तत्स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय, प्रवर्तते तीर्थकर एवम् ॥ १० ॥
મધ્યમ મનુષ્ય કેવળ પરલોકના સુખ માટે સદા ક્રિયાઓમાં પ્રવર્તે છે. વિશિષ્ટ મતિમાન ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે. પણ જે મનુષ્ય ઉત્તમ ધર્મ પામીને કૃતકૃત્ય બનવા છતાં અન્ય જીવોને સદા ઉત્તમ ધર્મનો ઉપદેશ આપે છે તે ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ=ઉત્તમોત્તમ છે. આથી જ તે જગતમાં સર્વથી અધિક પૂજનીય છે.
(૭) આથી ઉત્તમોત્તમ અરિહંત જ લોકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય ગણાતા દેવેન્દ્રોથી અને નરેન્દ્રોથી પણ પૂજનીય છે.
અરિહંતની પૂજાનો લાભ–
(૮) અરિહંતોની પૂજાથી મન પ્રસન્ન બને છે. મનની પ્રસન્નતાથી સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિથી=સમતાથી મોક્ષ મળે છે. આથી અરિહંતની પૂજા યોગ્ય છે.
(૯-૧૦) તીર્થંકર નામકર્મનું ફળ (કાય) તીર્થપ્રવર્તન છે. એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. આથી અરિહંત કૃતકૃત્ય હોવા છતાં, તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થ પ્રવર્તાવે છે=ધર્મતીર્થની સ્થાપના કરીને પ્રતિદિન ધર્મનો ઉપદેશ આપે છે. જેમ સૂર્ય તેના સ્વભાવથી જ લોકને પ્રકાશિત કરે છે, તેમ તીર્થંકર સ્વભાવથી જ તીર્થને પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરે છે.