________________
અ) ૮ સૂ૦ ૧૦] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૫૫ ચારિત્ર વિના આત્મકલ્યાણ થવાનું જ નથી એમ સમજતો હોવાથી ચારિત્રને સ્વીકારવાની ઈચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ ચારિત્ર ગ્રહણ કરી શકતો નથી.
(૪) સંજ્વલન– જે કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજવલન. સંજવલન એટલે બાળનાર=મલિન કરનાર. જે કષાયો અતિચારોથી ચારિત્રને બાળમલિન કરે તે સંજ્વલન. આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત (જિનેશ્વર ભગવંતોએ એવું કહ્યું છે તેવું') ચારિત્ર પ્રાપ્ત થતું નથી, કિન્તુ અતિચારોથી મલિન ચારિત્ર પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- અનંતાનુબંધી આદિ ચાર પ્રકારના કષાયો અનુક્રમે શ્રદ્ધા (સમ્યગ્દર્શન), દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાતાનિરતિચાર) ચારિત્રને રોકે છે.
વિશેષ માહિતી– પૂર્વ કષાયના ઉદય વખતે પછીના કષાયનો ઉદય અવશ્ય હોય છે. પછીના કષાયના ઉદય વખતે પૂર્વના કષાયનો ઉદય હોય, અથવા ન પણ હોય. જેમ કે અનંતાનુબંધી કષાયના ઉદય વખતે અન્ય ત્રણે પ્રકારના કષાયનો ઉદય હોય. અપ્રત્યાખ્યાન કષાયના ઉદય વખતે અનંતાનુબંધી કષાયનો ઉદય હોય, અથવા ન પણ હોય. પણ પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એ બે પ્રકારના કષાયનો ઉદય હોય જ. કષાયના આ ચાર ભેદો કષાયની તરતમતાને આશ્રયીને છે. અનંતાનુબંધી કષાય અત્યંત તીવ્ર હોય છે. અપ્રત્યાખ્યાન કષાય મંદ હોય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય અધિક મંદ હોય છે. સંજવલનકષાય તેનાથી પણ અધિક મંદ હોય છે.
કયા પ્રકારના કષાયની કેટલી સ્થિતિ ?
કષાયોની સ્થિતિ =નિરંતર કેટલો કાળ રહે તે) કષાયોની તીવ્રતા અને મંદતાને આશ્રયીને છે. અનંતાનુબંધી આદિ કષાયોની સ્થિતિ અનુક્રમે સંપૂર્ણ જીવન, ૧૨ માસ, ચાર માસ અને એક પક્ષ છે. અર્થાત્ અનંતાનુબંધી કષાયોનો ઉદય જીવનપર્યત હોઈ શકે છે. અપ્રત્યાખ્યાન કષાયોનો ઉદય ૧. જિનેશ્વરોએ નિરતિચાર ચારિત્ર કહ્યું છે, અર્થાતુ અતિચાર રહિત ચારિત્રનું પાલન
કરવાનો ઉપદેશ આપ્યો છે. સંજવલન કષાયોનો ઉદય ન હોય ત્યારે જ યથાખ્યાત ચારિત્ર આવે છે.