________________
અ) ૮ સૂ૦ ૧૦ શ્રીતત્વાથિિધગમસૂત્ર
૩૫૩ ક્રોધ, માન, માયા, લોભ. સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. નોકષાયમોહનીયના નવ ભેદો છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા; સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. (હાસ્ય આદિ છ કર્મોની હાસ્યષક અને ત્રણવેદની વેદત્રિક સંજ્ઞા છે.) આમ મોહનીય પ્રકૃતિના કુલ ૨૮ ભેદો છે.
મોહનીયશબ્દની વ્યાખ્યા– મોહનીય એટલે મૂંઝવનાર. જે કર્મ, વિચારમાં( શ્રદ્ધામાં) કે વર્તનમાં( ચારિત્રમાં) મૂંઝવે, એટલે કે તત્ત્વાનુસારી વિચાર ન કરવા દે, અથવા તત્ત્વાનુસારી વિચાર થયા પછી પણ તદનુસાર પ્રવૃત્તિ ન કરવા દે, તે મોહનીય.
દર્શનમોહનીયની વ્યાખ્યા- દર્શન એટલે જીવાદિ તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા. શ્રદ્ધામાં મૂંઝવણ ઊભી કરે, એટલે કે ઉત્પન્ન થયેલી શ્રદ્ધામાં (સમ્યત્વમાં) દૂષણ લગાડે, અથવા મૂળથી જ શ્રદ્ધા ઉત્પન્ન થવા ન દે તે દર્શનમોહનીય. તેના સમ્યકત્વ મોહનીય આદિ ત્રણ ભેદોની વ્યાખ્યા આ પ્રમાણે છે-(૧) જે ઉત્પન્ન થયેલા સમ્યકત્વમાં શ્રદ્ધામાં મૂંઝવે=દૂષણ લગાડે તે સમ્યકત્વમોહનીય. (૨) જેનાથી જીવાદિ તત્ત્વો વિષે યથાર્થ શ્રદ્ધા ન થાય, એથી જીવ દેવ-ગુરુ-ધર્મને માને જ નહિ અથવા કુદેવ, કુગુરુ અને કુધર્મને અનુક્રમે સુદેવ, સુગુરુ અને સુધર્મ માને તે મિથ્યાત્વ મોહનીય. (૩) જે કર્મના ઉદયથી સુદેવ, સુગુરુ અને સુધર્મ વિષે (અથવા જીવાદિ નવતત્ત્વો વિષે) આ જ સત્ય છે એવી શ્રદ્ધા ન થાય, તથા આ અસત્ય છે એવી અશ્રદ્ધા પણ ન થાય, કિન્તુ મિશ્રભાવ(=મધ્યસ્થભાવ) રહે તે મિશ્ર(=સમ્યકત્વ મિથ્યાત્વ) મોહનીય કર્મ.
ચારિત્રમોહનીયની વ્યાખ્યા- જે ચારિત્રમાં-હિંસાદિ પાપોથી નિવૃત્તિમાં મૂંઝવે, એટલે કે હિંસાદિ પાપોથી નિવૃત્ત ન થવા દે, કે ચારિત્રમાં અતિચારો લગાડે તે ચારિત્રમોહનીય.
કષાયમોહનીયની વ્યાખ્યા કષ એટલે સંસાર. આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે કષાય૧. અઠ્ઠાવીસ ભેદો ઉદય, ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ છે. બંધની અપેક્ષાએ છવ્વીસ ભેદો
છે. કારણ કે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી. મિથ્યાત્વમોહનીયનાં શુદ્ધ દલિકો અને અર્ધશુદ્ધ દલિકો અનુક્રમે સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય કહેવાય છે. આની સમજુતી માટે જુઓ અ.૧, સૂત્ર-૩નું વિવેચન.