________________
અ) ૮ સૂ૦ ૮] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૩૫૧ ઉત્તર- અહીં સામાન્ય બોધ વિપુલમતિથી થતા વિશેષબોધની અપેક્ષાએ છે. જેમ લક્ષાધિપતિ વિશેષ(=ઘણો) શ્રીમંત હોવા છતાં ક્રોડાધિપતિની અપેક્ષાએ સામાન્ય જ કહેવાય, તેમ ઋજુમતિ વિશેષબોધરૂપ હોવા છતાં વિપુલમતિની અપેક્ષાએ સામાન્યબોધરૂપ છે. વિશેષબોધની જ તરતમતા બતાવવા મન:પર્યવજ્ઞાનના બે ભેદ બતાવવામાં આવ્યા છે.
શ્રુતજ્ઞાન પણ શબ્દ-અર્થના પર્યાલોચનપૂર્વક થતું હોવાથી વિશેષ રૂપ જ છે.
પાંચ જ્ઞાનમાં મતિ, અવધિ અને કેવળ એ ત્રણ જ્ઞાન સામાન્ય (દર્શન) અને વિશેષ (જ્ઞાન) રૂ૫ છે.
(૫) સુખપૂર્વક ( વિશેષ પ્રયત્ન વિના) શીધ્ર જાગી શકાય તેવી ઊંઘ તે નિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રાવેદનીય દર્શનાવરણ. (૬) કષ્ટપૂર્વક (5ઘણા જ પ્રયત્નપૂર્વક) જાગી શકાય તેવી ગાઢ ઊંઘ તે નિદ્રાનિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રાનિદ્રા આવે તે નિદ્રાનિદ્રાવેદનીય દર્શનાવરણ. (૭) બેઠા બેઠા ઊંઘ આવે તે પ્રચલા, જે કર્મના ઉદયથી પ્રચલા ઊંઘ આવે તે પ્રચલાવેદનીય દર્શનાવરણ. (૮) ચાલતાં ચાલતાં ઊંઘ આવે તે પ્રચલાપ્રચલા જે કર્મના ઉદયથી પ્રચલાપ્રચલા ઊંઘ (=ચાલતાં ચાલતાં ઊંધ) આવે તે પ્રચલાપ્રચલાવેદનીય દર્શનાવરણ. (૯) દિવસે ચિતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી શકે તેવી નિદ્રા તે સ્થાનદ્ધિ. જે કર્મના ઉદયથી મ્યાનદ્ધિ નિદ્રા આવે તે સ્થાનર્વિવેદનીય દર્શનાવરણ.
પ્રશ્ન- વેદનીય કર્મ તો ત્રીજું છે. અહીં દર્શનાવરણ પ્રકૃતિના ભેદમાં નિદ્રાવેદનીય આદિ પાંચનો ઉલ્લેખ કરવાનું શું કારણ?
ઉત્તર- નિદ્રાવેદનીય વગેરે કર્મો પણ ચક્ષુદર્શનાવરણ આદિની જેમ દર્શનાવરણ રૂપ જ છે. ફેર એટલો જ છે કે ચક્ષુદર્શનાવરણ વગેરે ચાર કર્મોમૂળથી જદર્શનલબ્ધિને રોકે છે, દર્શનલબ્ધિને જ પામવા દેતા નથી, જ્યારે નિદ્રાવેદનીય આદિ પાંચ કમ ચક્ષુદર્શનાવરણ આદિના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિને રોકે છે. જીવ જ્યારે ઊંઘી જાય ત્યારે ચક્ષુદર્શન આદિદર્શનની પ્રાપ્ત થયેલી કોઈ લબ્ધિનો શક્તિનો ઉપયોગ થતો નથી, અર્થાત પ્રથમના ચાર કર્મોનો ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી દર્શનશક્તિનો ઉપયોગ થતો નથી. આમ