________________
૩૫૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૮ ગ્રહણ કરવામાં આવે છે. જેનાથી સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઈન્દ્રિયો તથા મન દ્વારા પોતપોતાના વિષયનું (સામાન્ય) જ્ઞાન ન થઈ શકે તે અચસુદર્શનાવરણ. (૩) જે કર્મના ઉદયથી અવધિદર્શનરૂપ સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે અવધિદર્શનાવરણ. (૪) જેનાથી કેવળદર્શન રૂપ સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે કેવળદર્શનાવરણ.
પૂર્વે આ અધ્યાયના પાંચમા સૂત્રમાં આપણે જોઈ ગયા છીએ કે સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે બોધ થાય છે. તેમાં સામાન્ય બોધ તે દર્શન અને વિશેષ બોધ તે જ્ઞાન છે.
જ્ઞાન વિષે પ્રથમ અધ્યાયમાં આપણે જોઈ ગયા છીએ કે મતિજ્ઞાનમાં ઇન્દ્રિયો અને મનની જરૂર છે. પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું મતિજ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપ છે. પાંચ ઇન્દ્રિયો અને મનની સહાયતાથી પ્રથમ સામાન્ય મતિજ્ઞાન થાય છે, પછી વિશેષ મતિજ્ઞાન થાય છે. તેમાં ચક્ષુ ઇન્દ્રિયથી રૂપનું સામાન્ય મતિજ્ઞાન તે જ ચક્ષુદર્શન, તથા શેષ ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા તે તે વિષયનું સામાન્ય મતિજ્ઞાન એ જ અચક્ષુદર્શન છે.
એ પ્રમાણે અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન પણ સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપ છે. અવધિલબ્ધિથી સામાન્ય બોધ તે અવધિદર્શન અને વિશેષ બોધ તે અવધિજ્ઞાન છે. કેવળલબ્ધિથી સામાન્ય બોધ તે કેવળદર્શન અને વિશેષ બોધ તે કેવળજ્ઞાન છે.
પ્રશ્ન- મતિજ્ઞાન આદિની જેમ મન:પર્યવ જ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપ કેમ નથી ?
ઉત્તર- જેનાથી મનના પર્યાયો જાણી શકાય તે મન:પર્યવજ્ઞાન. મનના પર્યાયો વિશેષ રૂપ છે. આથી આ જ્ઞાનથી પ્રથમથી જ વિશેષ બોધ થાય છે. આમ મન:પર્યવજ્ઞાન પટુ ક્ષયોપશમથી થતુ હોવાથી ચક્ષુદર્શન આદિની જેમ મન:પર્યવદર્શન નથી.'
પ્રશ્ન- મન:પર્યવજ્ઞાનના ભેદરૂપ ઋજુમતિને સામાન્ય ન કહેવાય? કારણ કે મનના પર્યાયોનો સામાન્ય રૂપે બોધ એ ઋજુમતિ જ્ઞાન છે. ૧. વિશેષ ચર્ચા માટે કર્મગ્રંથ, નંદીસૂત્ર આદિ ગ્રંથો જોઈ લેવા.