________________
અ૦ ૮ સૂ૦૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૪૭ કર્મમાં ભિન્ન ભિન્ન સ્થિતિ હોય છે. કોઈ કર્મમાં એક સ્થાનિક (એક ઠાણિયો) રસ, કોઈ કર્મમાં વિસ્થાનિક (બે ઠાણિયો) રસ, એમ ભિન્ન ભિન્ન રસ ઉત્પન્ન થાય છે. કોઈ કર્મમાં કર્માણુઓ અલ્પ, કોઈ કર્મમાં તેનાથી વધારે, તો કોઈ કર્મમાં તેનાથી પણ વધારે, એમ ભિન્ન ભિન્ન કર્મમાં ન્યૂનાધિક કર્માણુઓ હોય છે. (૪)
પ્રકૃતિબંધના મૂળ ભેદોआद्यो ज्ञान-दर्शनावरण-वेदनीय-मोहनीया
યુ-નામ-ગોત્રા-ડાન્તરાયા: ૮-|
આદ્યના=પ્રકૃતિબંધના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એમ આઠ ભેદો છે.
જે કર્માણુઓ આત્માના જ્ઞાનગુણને દબાવે તે કર્માણુઓ જ્ઞાનાવરણીય કર્મ. જે કર્માણુઓ આત્માના દર્શનગુણનો અભિભવ કરે તે દર્શનાવરણીય કર્મ. જે કર્માણુઓ આત્માના અનંત અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અને દુઃખ આપે તે કર્માણુઓ વેદનીય કર્મ. આત્માના સ્વભાવમાં રમણતા (કસ્થિરતા) રૂપ ચારિત્રને દબાવનારા કર્માણ મોહનીય કર્મ. અક્ષય સ્થિતિ ગુણને રોકીને જન્મ-મરણનો અનુભવ કરાવનારા કર્માણુઓ આયુષ્ય કર્મ. અરૂપિપણાને દબાવીને મનુષ્યાદિ પર્યાયોનો અનુભવ કરાવનારા કર્માણુઓ નામ કર્મ. અગુરુલઘુપણાનો અભિભવ કરીને ઉચ્ચ કુળ કે નીચ કુળનો વ્યવહાર કરાવનારા કર્માણુઓ ગોત્ર કર્મ. અનંતવીર્ય ગુણને દબાવનારા કર્માણુઓ અંતરાય કર્મ.
આઠ કર્મોની આત્મા ઉપર અસર– આ આઠ પ્રકૃતિઓની આત્માના ગુણો ઉપર અસર થવાથી આત્માની કેવી સ્થિતિ બની છે તે જોઈએ. આત્મામાં રહેલા જ્ઞાન અને દર્શન ગુણને સમજવા માટે આપણે એ સમજવાની જરૂર છે કે, દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે છે. વસ્તુનો વિશેષ રૂપે બોધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બોધ તે દર્શન. આનો અર્થ એ થયો કે જ્ઞાન અને દર્શન એ બંને જ્ઞાન સ્વરૂપ બોધ સ્વરૂપ જ છે. છતાં વસ્તુના વિશેષ બોધને જ્ઞાન કહેવામાં આવે છે, અને સામાન્ય બોધને દર્શન કહેવામાં આવે છે. આ જ્ઞાન અને દર્શન ગુણથી આત્મામાં ભૂત, ભાવી અને વર્તમાન એ ત્રણે કાળની સમસ્ત વસ્તુઓનો સામાન્ય અને વિશેષ રૂપે બોધ કરવાની શક્તિ છે. છતાં અત્યારે આપણને, ભૂત અને ભાવી કાળની વસ્તુઓની વાત દૂર