________________
૩૪૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૮ સૂ૦૪ વિશેષાધિક પણ પરસ્પર સમાન કર્યાણુઓ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયના ફાળે જાય છે. તેનાથી વિશેષાધિક કમણુઓ મોહનીયના ફાળે જાય છે. તેનાથી વિશેષાધિક પણ પરસ્પર સમાન કર્યાણુઓ નામગોત્રના ફાળે જાય છે અને સૌથી અધિક કર્માણુઓ વેદનીયના ફાળે જાય છે. આઠ પ્રકૃતિઓમાં કર્માણુઓની વહેંચણી એ પ્રદેશબંધ.
મોદકનું દષ્ટાંત- કર્મબંધના પ્રતિબંધ વગેરે ચાર ભેદોને શાસ્ત્રમાં મોદકના દષ્ટાંતથી સમજાવવામાં આવ્યા છે. જુદા જુદા પ્રકારના મોદકમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ(=સ્વભાવ) હોય છે. જે મોદકો વાતવિનાશક દ્રવ્યો નાંખીને બનાવેલા હોય તે મોદકોનો સ્વભાવ વાતને શમાવવાનો હોય છે. જે મોદકો પિત્તનાશક દ્રવ્યો નાખીને બનાવવામાં આવે તે મોદકોનો સ્વભાવ પિત્તને શાંત કરવાનો હોય છે. કફનાશક દ્રવ્યો નાખીને બનાવેલા મોદકોનો સ્વભાવ કફનો નાશ કરવાનો હોય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન જાતિના મોદકોમાં કોઈ જાતના વિકાર વિના ટકી રહેવાની સ્થિતિ પણ જુદી જુદી હોય છે. અમુક પ્રકારના મોદકો એક જ દિવસ ખાદ્ય તરીકે રહે છે, બીજા દિવસે તેમાં વિકાર આવવાથી અખાદ્ય બની જાય છે. જયારે કેટલાક મોદકો ૮ દિવસ, ૧૫ દિવસ, યાવત મહિના સુધી પણ ખાદ્ય તરીકે રહે છે. ભિન્ન ભિન્ન મોદકોમાં મધુરતા કે સ્નિગ્ધતા વગેરે રસ પણ ન્યૂનાધિક હોય છે. જે મોદકોમાં ગળપણ અધિક નાંખવામાં આવ્યું હોય એ મોદકો અધિક મધુર હોય છે. અલ્પ ગળપણ નાખીને બનાવવામાં આવેલા મોદકોમાં મીઠાશ અલ્પ હોય છે. તે જ પ્રમાણે અધિક ઘી નાખીને બનાવેલા મોદકોમાં સ્નિગ્ધતા ચીકાશ ઘણી હોય છે. અલ્પ વૃતથી બનેલા મોદકોમાં ચીકાશ અલ્પ હોય છે. તથા વધારે મેથી નાખીને બનાવેલા મોદકો અધિક કડવા અને અલ્પ મેથી નાખીને બનાવેલા મોદકો અલ્પ કડવા હોય છે. ભિન્ન ભિન્ન મોદકોમાં કણિયા રૂપ પ્રદેશોનું પ્રમાણ પણ ન્યૂનાધિક હોય છે. કોઇ મોદક ૫૦ ગ્રામનો, કોઈ મોદક ૧૦૦ ગ્રામનો, તો કોઈ મોદક ૨૦૦ ગ્રામનો હોય છે.
એ જ પ્રમાણે પ્રસ્તુતમાં કોઈ કર્મમાં જ્ઞાનને આવરવાનો સ્વભાવ, કોઈ કર્મમાં દર્શનનો અભિભવ કરવાનો (દબાવવાનો) સ્વભાવ, એમ ભિન્ન ભિન્ન કર્મનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. કોઈ કર્મની ત્રીશ કોડાકોડ સાગરોપમની સ્થિતિ, કોઈ કર્મની વીસ કોડાકોડ સાગરોપમની સ્થિતિ, એમ ભિન્ન ભિન્ન