________________
અ૦ ૮ સૂ૦ ૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૪૩
કષાયના કારણે જીવ કર્મને યોગ્ય (કાર્પણ વર્ગણાના) પુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા પુદ્ગલોને આત્મામાં દૂધમાં પાણીની જેમ એકમેક કરે છે. (૨) તે જ કર્મનો બંધ છે. અર્થાત્ કાર્યણ વર્ગણાના કર્મને યોગ્ય પુદ્ગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ કે લોહાગ્નિવત્ એકમેક રૂપે સંબંધ તે બંધ. (૩)
યદ્યપિ કષાયો બંધના હેતુ છે એ પ્રથમ સૂત્રમાં જણાવી દીધું છે, છતાં અહીં કષાયોનો ઉલ્લેખ બંધમાં કષાયની પ્રધાનતા બતાવવા માટે છે. ચોથા સૂત્રમાં નિર્દિષ્ટ ચાર પ્રકારના બંધમાં રસબંધ અને સ્થિતિબંધ મુખ્ય છે. તેમાં પણ રસબંધ અધિક મુખ્ય છે. રસબંધ અને સ્થિતિબંધ કષાયની સહાયતાથી થાય છે. આથી બંધના હેતુઓમાં કષાયની પ્રધાનતા છે. (૨-૩) બંધના ભેદો—
પ્રકૃતિ-સ્થિત્યનુભાવ-પ્રવેશાપ્તદ્વિષય: ॥ ૮-૪ ॥
બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (=રસ) અને પ્રદેશ એ ચાર પ્રકાર છે. જ્યારે કર્મના અણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે સ્વભાવ, સ્થિતિ, ફળ આપવાની શક્તિ અને કર્મના અણુઓની વહેંચણી એ ચાર બાબતો નક્કી થાય છે. એ ચારને ક્રમશઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે.
(૧) પ્રકૃતિબંધ– પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે અણુઓનો આત્માની સાથે સંબંધ થયો તે અણુઓમાં કયા કયા અણુઓ આત્માના કયા કયા ગુણને દબાવશે ? આત્માને કેવી કેવી અસર પહોંચાડશે ? એમ એમના સ્વભાવનો નિર્ણય થાય છે. કર્માણુઓના સ્વભાવનિર્ણયને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. આત્માના અનંત ગુણો છે. તેમાં મુખ્ય ગુણો અનંતજ્ઞાન વગેરે આઠ છે. કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે, એટલે કે પ્રદેશબંધ થાય છે, ત્યારે બંધાયેલા કર્માણુઓમાંથી અમુક અણુઓમાં જ્ઞાનગુણનો અભિભવ કરવાનો (દબાવવાનો) સ્વભાવ નિયત થાય છે. અમુક કર્માણુઓમાં દર્શનગુણને આવરવાનો (દબાવવાનો) સ્વભાવ નક્કી થાય છે. અમુક કર્માણુઓમાં આત્માના અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ યા દુ:ખ આપવાનો સ્વભાવ નિયત થાય છે. કેટલાક કર્માણુઓમાં ચારિત્રગુણને દબાવવાનો સ્વભાવ નક્કી થાય છે. આ પ્રમાણે અન્ય ગુણો વિષે પણ સમજવું. કર્માણુઓના આ સ્વભાવને આશ્રયીને આત્માની સાથે