________________
૩૪૨
શ્રીતત્વાથિિધગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૨-૩ આસવનાં અને બંધનાં કારણો એક જ હોવા છતાં આસવનાં જે કારણો છે તે જ બંધનાં કારણો છે એમ ન કહેતાં બંધનાં કારણોનો જુદો ઉલ્લેખ કેમ કર્યો?
ઉત્તર- વાત સત્ય છે. પરમાર્થથી જે આસવનાં કારણો છે તે જ બંધનાં કારણો છે. આથી જ જ્યારે પાંચ તત્ત્વોની વિરક્ષા કરવામાં આવે છે ત્યારે આસ્રવતત્ત્વનો બંધતત્ત્વમાં સમાવેશ કરવામાં આવે છે. છતાં બંનેનાં કારણો જુદા જુદા જણાવવાનું કારણ એ છે કે સામાન્ય વ્યક્તિ (જેની બુદ્ધિ હજી અપરિપક્વ છે તે) શીઘ્રતાથી સમજી શકે. અહીં આસવ અને બંધ એ બેને અલગ ગણવામાં આવ્યા છે. તથા એ બંને કાર્ય રૂપ છે. એટલે એ બંનેના કારણો હોવા જોઈએ એવો પ્રશ્ન થાય તે સહજ છે. આ પ્રશ્નના સમાધાન માટે બંનેનાં કારણો જુદા જુદા ગણાવ્યા છે.
તેમાં આસવનાં કારણો અવ્રત વગેરેના ક્રમમાં કોઈ ખાસ હેતુ નથી. જ્યારે બંધનાં કારણો મિથ્યાત્વ વગેરેના ક્રમમાં ખાસ હેતુ રહેલો છે. મિથ્યાત્વ વગેરે હેતુઓનો ક્રમ આધ્યાત્મિક વિકાસને નજર સામે રાખીને જણાવવામાં આવ્યો છે. મિથ્યાત્વાદિ હેતુઓ જણાવવા દ્વારા આધ્યાત્મિક વિકાસ કેવી રીતે સાધવો તે જણાવવામાં આવ્યું છે. જેમ જેમ હેતુઓનો અભાવ થતો જાય છે તેમ તેમ સાધક ક્રમશઃ અધિક અધિક વિકાસ સાધતો જાય છે. સાધકે સર્વપ્રથમ મિથ્યાત્વનો નાશ વો જોઈએ. બાદ ક્રમશઃ અવિરતિ વગેરેનો નાશ થઈ શકે છે. આથી પછી પછીના બંધહેતુઓ વિદ્યમાન હોય ત્યારે નીચે નીચેના બંધહેતુઓ હોય કે ન પણ હોય. પણ નીચેના બંધ હેતુઓ વિદ્યમાન હોય ત્યારે ઉપરના બંધ હેતુઓ અવશ્ય હોય છે.
- સારાંશ– સૂક્ષ્મદષ્ટિએ બંધનાં કષાય અને યોગ એ બે જ કારણો છે. તથા આસવનાં અને બંધનાં કારણો સમાન છે, છતાં સામાન્ય અભ્યાસીની સુગમતા માટે અહીં બંધનાં કારણો પાંચ જણાવ્યાં છે. તથા આસવના અને બંધના હેતુઓ જુદા જુદા જણાવ્યા છે. આસવનાં કારણોના ક્રમમાં કોઈ ખાસ કારણ નથી. બંધનાં કારણોનો ક્રમ કારણોના નાશની અપેક્ષાએ છે. (૧)
બંધની વ્યાખ્યાसकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ॥८-२॥ જ વન્ય: | ૮-રૂ I