________________
૩૪૧
અO ૮ સૂ૦ ૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર જ નિર્દેશ કરવામાં આવે તો ચાલી શકે છે. આમ છતાં, મિથ્યાત્વ આદિ ત્રણ કષાયનાં કાર્ય છે. કષાયો મિથ્યાત્વાદિ ત્રણનાં કારણ છે. એ જણાવવા અહીં મિથ્યાત્વાદિનો અલગ નિર્દેશ કર્યો છે. મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયનું કાર્ય છે. અવિરતિ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયનું કાર્ય છે. પ્રમાદ સંજ્વલન કષાયનું કાર્ય છે. આથી જ અનંતાનુબંધી આદિ કષાયોના ક્ષયોપશમાદિથી મિથ્યાત્વાદિ દૂર થાય છે. અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ આદિ થતાં મિથ્યાત્વ દૂર થાય છે. ત્યારબાદ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ક્ષયોપશમ આદિ થતાં અવિરતિ દૂર થાય છે. બાદ સંજવલન કષાયોનો ક્ષયોપશમ આદિ થતાં પ્રમાદ દૂર થાય છે. આમ અહીં કષાયોના કારણે જીવ કયા કયા પાપો કરે છે, કેવી કેવી પ્રવૃત્તિ કરે છે, કેવા કેવા આત્મપરિણામ થાય છે-એ સ્પષ્ટ કરવા મિથ્યાત્વ આદિનો અલગ નિર્દેશ કર્યો છે.
(૪) કષાય- ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો છે. કષાયોનું વિશેષ સ્વરૂપ આઠમા અધ્યાયના ૧૦મા સૂત્રમાં કરવામાં આવશે.
(૫) યોગમન, વચન અને કાય એ ત્રણ પ્રકારનો યોગ છે. યોગનું વિશેષ વર્ણન છઠ્ઠા અધ્યાયના પ્રથમ સૂત્રમાં કરવામાં આવ્યું છે.
પ્રશ્ન-બંધનાં જે કારણો છે તે જ કારણો આસવનાં છે. કારણ કે છઠ્ઠા અધ્યાયમાં સામાન્યથી યોગોને આસવનાં કારણો કહ્યા છે. અહીં પણ સામાન્યથી બંધમાં યોગોને જ કારણ કહ્યા છે. યદ્યપિ અહીં મિથ્યાત્વ આદિ પાંચ કારણો બતાવ્યાં છે. છતાં મિથ્યાત્વ આદિ ચાર કારણો માનસિક પરિણામ રૂપ હોવાથી તેમનો મનોયોગમાં સમાવેશ થઈ જાય છે. એટલે અર્થોપત્તિથી સામાન્યતઃ યોગ જ કર્મબંધનું કારણ છે એ સિદ્ધ થાય છે. તથા વિશેષથી અવ્રત, કષાય, ઇન્દ્રિય અને ક્રિયા એ ચાર આસવનાં કારણો છે. આસવનાં એ ચાર કારણો અને બંધના મિથ્યાત્વ આદિ પાંચ કારણો ભિન્ન નથી. મિથ્યાત્વ, પ્રમાદ અને યોગનો ક્રિયાઓમાં સમાવેશ થઈ જાય છે. અવિરતિનો અવ્રતમાં સમાવેશ થઈ જાય છે. કષાયોનો બંનેમાં નિર્દેશ કર્યો છે. આમ ૧. આથી જ કર્મપ્રકૃતિ (કમ્મપડિ) વગેરે ગ્રંથોમાં કષાય અને યોગ એ બેને જ કર્મબંધના
કારણ કહ્યાં છે.