________________
૩૪૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૮ સૂ૦૧ (૨) અવિરતિ- વિરતિનો અભાવ તે અવિરતિ. હિંસા આદિ પાપોથી નિવૃત્તિ એ વિરતિ છે. આથી હિંસા આદિ પાપોથી અનિવૃત્તિ એ અવિરતિ છે.
(૩) પ્રમાદ– ભૂલી જવું, ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉત્સાહનો અભાવ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન (અશુભ વિચાર) તથા એનાથી થતી પ્રવૃત્તિ વગેરે પ્રમાદ છે. શાસ્ત્રોમાં મદ્ય (-મદ અથવા માદક આહાર), (ઇન્દ્રિયના સ્પર્શ આદિ પાંચ) વિષય, (ક્રોધાદિ ચાર) કષાય, નિદ્રા અને (સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા એ ચાર) વિકથા એમ પાંચ પ્રકારનો પ્રસાદ બતાવવામાં આવ્યો છે. પ્રકાાંતરથી આઠ પ્રકારનો પણ પ્રમાદ બતાવવામાં આવ્યો છે. અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (ભૂલી જવું વગેરે), ધર્મને વિશે અનાદર અને યોગોનું દુષ્મણિધાન (અયોગ્ય પ્રવૃત્તિ) એ આઠ પ્રકારનો પ્રમાદ છે.
ઉપર્યુક્ત પ્રમાદના બંને પ્રકારમાં કષાયોનો સમાવેશ થઈ જાય છે. કષાયો કરવા એ પ્રમાદ જ છે. આથી આ સૂત્રમાં કષાયનો અલગ નિર્દેશ ન કરે અને પ્રમાદનો જ નિર્દેશ કરે, અથવા કષાયનો નિર્દેશ કરે અને પ્રમાદનો નિર્દેશ ન કરે તો પણ ચાલી શકે. છતાં અહીં બંનેનો અલગ નિર્દેશ કરવામાં આવ્યો છે, તેનું કારણ એ છે કે (ઉક્ત બંને પ્રકારના) પ્રમાદમાં કષાયરૂપ પ્રમાદ મુખ્ય છે. બીજા બધા પ્રમાદો કષાયના આધારે જ ટકે છે. આમ કષાયની પ્રધાનતા બતાવવા કષાયનો અલગ નિર્દેશ કરવામાં આવ્યો છે.
અહીં સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેનો કષાયમાં સમાવેશ થઈ જાય છે. એટલે કષાય અને યોગ એ બેનો १. मज्जं विषय-कषाया निदा विकहा य पंचमी भणिया ।
एए पंच पमाया जीवं पाडंति संसारे ॥ १ ॥ ૨. સત્રા સંસણો વેવ, મિચ્છાના દેવ છે !
रागो दोसो मइन्भंसो, धम्ममि य अणायरो ॥ १ ॥ जोगाणं दुप्पणिहाणं, पमाओ अट्टहा भवे । संसारुत्तारकामेणं, सव्वहा वज्जिअव्वओ ॥ २ ॥ ૩. આથી જ કર્મગ્રંથ તથા પંચસંગ્રહ વગેરેમાં બંધના હેતુ તરીકે પ્રમાદ સિવાય ચારનો નિર્દેશ છે.