________________
અ) ૮ સૂ૦૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૩૯ સંભવિત છે. પણ પછી તુરત તમેવ સä નિ:શ મં નિર્દિ પસં=“જિને કહેલું જ તત્ત્વ શંકા વિનાનું સાચું છે” એ આગમ વચનને યાદ કરીને એ શંકા દૂર કરવી જોઇએ. જો આ શંકા દૂર કરવામાં ન આવે તો તેમાંથી સાંશયિક મિથ્યાત્વ આવી જવાની પૂર્ણ સંભાવના છે.
પહેલા શંકા અતિચાર ઉત્પન્ન થાય, પછી સાવધાન રહે તો જિનવચનની પ્રામાણિકતામાં સંશય ઉત્પન્ન થાય અને તેનાથી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થાય. શંકા અતિચાર ચોથા ગુણસ્થાને હોય અને સાંશયિક મિથ્યાત્વ પહેલા ગુણસ્થાને હોય. આમ શંકા અતિચાર અને સાંશયિક મિથ્યાત્વમાં ભેદ છે.
(v) અનાભોગિક મિથ્યાત્વ– અનાભોગ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાના યોગે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા ( શ્રદ્ધાનો અભાવ) કે વિપરીત શ્રદ્ધા તે અનાભોગિક મિથ્યાત્વ. અહીં સમજણ શક્તિનો અભાવ મુખ્ય કારણ છે. આ મિથ્યાત્વ એકેન્દ્રિય આદિને તથા કોઈ એક વિષયમાં અનાભોગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનાર સાધુયા શ્રાવકને હોય છે. અનાભોગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનારને જો કોઈ સમજાવે તો તે પોતાની ભૂલ સુધારી લે છે. કારણ કે તે આગ્રહ રહિત હોય છે. અન્યના સમજાવવા છતાં સમજાવનારની દલીલ વગેરે તેને સત્ય ન જણાય તેથી વિપરીત શ્રદ્ધા ધરાવે એ બને. પણ સમજાવનારની દલીલ વગેરે સત્ય છે એમ જણાયા પછી પોતાની ભૂલનો અવશ્ય સ્વીકાર કરી લે.
અહીં અશ્રદ્ધાના બે અર્થ છે–(૧) વિપરીત શ્રદ્ધા અને (૨) શ્રદ્ધાનો અભાવ. તેમાં પ્રથમનાં ત્રણ મિથ્યાત્વમાં વિપરીત શ્રદ્ધા રૂપ અશ્રદ્ધા છે. ચોથા મિથ્યાત્વમાં મિશ્રભાવ છે, એટલે કે શ્રદ્ધાનો બિલકુલ અભાવ નથી, તેમ પૂર્ણ શ્રદ્ધા પણ નથી. આમાં વિપરીત શ્રદ્ધાનો બિલકુલ અભાવ છે. પાંચમા મિથ્યાત્વમાં એકેન્દ્રિય આદિ (જેઓ કોઈ પણ દર્શનને-ધર્મને પામ્યા નથી એવા) જીવોને શ્રદ્ધાના અભાવ રૂપ મિથ્યાત્વ છે. કદાગ્રહ રહિત સાધુ તથા શ્રાવકને (જો મિથ્યાત્વ હોય તો) વિપરીત શ્રદ્ધા રૂપ મિથ્યાત્વ હોય.'' ૧. તત્ત્વાર્થ સૂત્રના ભાગ્યમાં મિથ્યાત્વના સંક્ષેપમાં અભિગૃહીત અને અનભિગૃહીત એમ બે
ભેદો જ બતાવવામાં આવ્યા છે. અભિગૃહીત એટલે સ્વીકારેલ. મતિ અજ્ઞાન આદિના યોગે કોઈ એક અસત્ય દર્શનનો આ જ સત્ય છે એવો સ્વીકાર તે અભિગૃહીત મિથ્યાત્વ. તે સિવાયનું મિથ્યાત્વ અનભિગૃહીત મિથ્યાત્વ. જેમણે કોઈ પણ દર્શનનો સ્વીકાર કર્યો નથી તેવા એકેન્દ્રિય આદિ જીવોને અનભિગૃહીત મિથ્યાત્વ હોય છે.