________________
૩૩૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦૧ યદ્યપિ અભિગ્રહ અને અભિનિવેશ એ બેનો અર્થ પકડ છે. એટલે શબ્દાર્થની દષ્ટિએ બંનેનો અર્થ એક છે. છતાં બંનેમાં પકડના હેતુમાં ભેદ હોવાથી અર્થનો ભેદ પડે છે. આભિગ્રહિક મિથ્યાત્વમાં વિપરીત સમજણથી પકડ છે. જ્યારે આભિનિવેશિકમાં અંદરથી (હૃદયમાં) સત્ય હકીકતને સમજવા છતાં મારું માનેલું મારું કહેવું હું કેમ ફેરવું?' ઇત્યાદિ અહંકારના પ્રતાપે પોતાની અસત્ય માન્યતાને પકડી રાખે છે. બીજું, આભિગ્રહિકમાં સર્વ તત્ત્વો પ્રત્યે વિપરીત માન્યતા હોય છે. જયારે આભિનિવેશિકમાં કોઈ એકાદ તત્ત્વ વિષે કે કોઈ એક વિષયમાં વિપરીત માન્યતા હોય છે. આભિગ્રહિક મિથ્યાત્વ જૈનદર્શન સિવાય બૌદ્ધ આદિ કોઈ એક દર્શનના આગ્રહવાળાને હોય છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વ જૈનદર્શનને પામેલાને જ હોય છે. જેમ કે જમાલિ.
(iv) સાંશયિક મિથ્યાત્વ- શ્રીસર્વજ્ઞદેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા સશયિક મિથ્યાત્વ છે. અહીં શ્રીસર્વશદેવ ઉપર અવિશ્વાસ એ મુખ્ય કારણ છે. શ્રી સર્વજ્ઞદેવ ઉપર પૂર્ણ વિશ્વાસ ન હોવાના કારણે તેમના વચનની પ્રામાણિકતાની બાબતમાં સંશય થાય છે, અને તેથી તેમણે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા થાય છે.
સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચારમાં ભેદપ્રશ્ન- સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચાર એ બેમાં શો ભેદ છે?
ઉત્તર– શ્રી સર્વજ્ઞદેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ? એવી શંકા સાંશયિક મિથ્યાત્વછે. પોતાની મતિમંદતાથી આગમોક્ત પદાર્થનાસમજી શકવાથી અમુક વસ્તુ અમુક સ્વરૂપે હશે કે નહિ ઈત્યાદિ શંકા તે શંકા અતિચાર છે.
આ વ્યાખ્યાઓથી એ સ્પષ્ટ થાય છે કે સાંશયિક મિથ્યાત્વમાં જિનવચનની પ્રામાણિકતામાં શંકા છે અને શંકા અતિચારમાં શાસ્ત્રમાં વર્ણવેલા પદાર્થો અંગે શંકા છે.
જો આત્મા સાવધ ન રહે તો શંકા અતિચાર થયા પછી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થઈ જાય. લાયોપથમિક સમ્યગ્દર્શનવાળા આત્માને (શ્રાવક કે સાધુને) મિથ્યાત્વનો પ્રદેશોદય રહેલો હોવાથી કોઈ વાર સૂક્ષ્મ પદાર્થના વિષયમાં શંકા પેદા થઈ જાય અને તેથી શંકા અતિચાર લાગી જાય એ