________________
અ૦ ૮ સૂ૦૧]
૩૩૭
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર આઠમો અધ્યાય
અહીં સુધી સાત તત્ત્વોમાં જીવ, અજીવ અને આસવ એ ત્રણ તત્ત્વોનું વર્ણન કર્યું. હવે આઠમા અધ્યાયમાં બંધ તત્ત્વનું વર્ણન કરે છે.
કર્મબંધના હેતુઓ मिथ्यादर्शना-ऽविरति-प्रमाद-कषाय-योगा बन्धहेतवः ॥८-१॥
મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધના હેતુઓ=કારણો છે.
બંધ એટલે કામણ વર્ગણાના પુદ્ગલોનો આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ ગાઢ સંબંધ.
(૧) મિથ્યાદર્શન એટલે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા. મિથ્યાદર્શન, મિથ્યાત્વ, અશ્રદ્ધા વગેરે શબ્દો એકાર્થક છે. મિથ્યાદર્શનના પાંચ ભેદો છે. (૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાભોગિક.
(i) આભિગ્રહિક મિથ્યાત્વ- અભિગ્રહ એટલે પકડ. વિપરીત સમજણથી અતાત્ત્વિક બૌદ્ધ આદિ કોઈ એક દર્શન ઉપર આ જ સત્ય છે એવા અભિગ્રહથી= પકડથી યુક્ત જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા તે આભિગ્રહિક મિથ્યાત્વ. આમાં વિપરીત સમજણ તથા અભિગ્રહ=પકડ મુખ્ય ભાગ ભજવે છે.
(f) અનાભિગ્રહિક મિથ્યાત્વ– અનાભિગ્રહિક એટલે અભિગ્રહથી= પકડથી રહિત. અમુક જ દર્શન સત્ય છે એવા અભિગ્રહથી રહિત બનીને સર્વ દર્શનો સત્ય છે' એમ સર્વ દર્શનો ઉપર શ્રદ્ધા રાખનાર જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા તે અનાભિગ્રહિક મિથ્યાત્વ. આમાં યથાર્થ સમજણનો અભાવ તથા સરળતા મુખ્ય કારણ છે.
(ii) આભિનિવેશિક મિથ્યાત્વ– અભિનિવેશ એટલે કદાગ્રહ-પકડ. યથાવસ્થિત તત્ત્વોને જાણવા છતાં અહંકાર આદિના કારણે અસત્ય સિદ્ધાંતને પકડી રાખનાર જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા એ આભિનિવેશિક મિથ્યાત્વ. આમાં અહંકારની પ્રધાનતા છે. અસત્ય સિદ્ધાંત વિષે અભિનિવેશ=પકડ અહંકારના પ્રતાપે છે.