________________
૩૩૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૩૪ (૨) આદર- વધતા આનંદથી ‘પધારો! પધારો! અમુકનો જોગ છે, અમુકનો લાભ આપો,’ એમ આદરપૂર્વક દાન આપે.
(૩) હર્ષ– સાધુને જોઈને અથવા સાધુ કોઈ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે. વસ્તુનું દાન કરતાં હર્ષ પામે. આપ્યા પછી પણ અનુમોદના કરે. આમ દાન આપતાં પહેલાં, આપતી વખતે અને આપ્યા પછી પણ હર્ષ પામે.
(૪) શુભાશય- પોતાના આત્માનો સંસારથી નિસ્તાર કરવાના આશયથી દાન આપે.
(૫) વિષાદનો અભાવ– આપ્યા પછી મેં ક્યાં આપી દીધું ! વધારે આપી દીધું! એમ પશ્ચાત્તાપ ન કરે. કિન્તુ વ્રતીના (તપસ્વીના) ઉપયોગમાં આવે એ જ મારું છે, મારી વસ્તુ તપસ્વીના પાત્રમાં ગઈ એ મારું અહો ભાગ્ય ! એમ અનુમોદના કરે.'
(૬) સંસાર સુખની ઇચ્છાનો અભાવ– દાન આપીને તેના ફળ રૂપે કોઈ પણ જાતના સંસારસુખની ઇચ્છા ન રાખે.
(૭) માયાનો અભાવ દાન આપવામાં કોઈ જાતની માયા ન કરે. સરળભાવથી દાન કરે.
(૮) નિદાનનો અભાવ- દાનના ફળ રૂપે પરલોકમાં સ્વગદિના સુખની માગણી ન કરે.
સુખની ઇચ્છાનો અભાવ અને નિદાનનો અભાવ એ બંનેમાં સંસાર સુખની ઇચ્છાનો અભાવ હોવાથી સામાન્યથી અર્થ સમાન છે. છતાં વિશેષથી બંનેના અર્થમાં થોડો ફેર પણ છે. સંસાર સુખની ઇચ્છાના અભાવમાં વર્તમાન જીવનમાં સંસારસુખની ઇચ્છા ન રાખે એ ભાવ છે અને નિદાનના અભાવમાં પરલોકમાં સંસારસુખની ઇચ્છા ન રાખે એ ભાવ છે.
(૪) પાત્ર- સમ્યગ્દર્શન આદિ ગુણોથી યુક્ત સર્વવિરતિધર સાધુઓ અને દેશવિરતિધર શ્રાવકો વગેરે પાત્ર(=સુપાત્ર) છે.
જેટલા અંશે વિધિ આદિ બરોબર હોય તેટલા અંશે દાનથી અધિક લાભ. જેટલા અંશે વિધિ આદિમાં ન્યૂનતા હોય તેટલા અંશે ઓછો લાભ. (૩૪)
૧. ઉપર જણાવેલા ચાર ગુણોમાંથી હર્ષ ગુણ આવે તો વિષાદ દોષ જાય. ૨. ઉપર જણાવેલા ચાર ગુણોમાંથી શુભાશય આવે તો સંસાર સુખની ઇચ્છા અને નિદાન એ
બે દોષ જાય.