________________
૩૪૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦૪ બંધાયેલા કર્માણુઓના મૂળ પ્રકારો આઠ પડે છે અને ઉત્તર પ્રકારો ૧૨૦ પડે છે. આથી મૂળ પ્રકૃતિબંધ આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિબંધ ૧૨૦ પ્રકારે છે.'
(૨) સ્થિતિબંધ- કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે તે વખતે જેમ તે તે કર્માણુઓમાં આત્માના તે તે ગુણોને આવરવા વગેરેનો સ્વભાવ નિયત થાય છે તેમ, તે તે કર્માણુઓમાં એ સ્વભાવ ક્યાં સુધી રહેશે, અર્થાત્ તે તે કર્મ આત્મામાં કેટલા સમય સુધી અસર કરશે, તે પણ તે જ વખતે નક્કી થઇ જાય છે. કર્માણુઓમાં આત્માને અસર પહોંચાડવાના કાળનો નિર્ણય તે સ્થિતિબંધ.
કર્મોની સ્થિતિના ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ મુખ્ય બે ભેદો છે. વધારેમાં વધારે સ્થિતિ (= જેનાથી વધારે સ્થિતિ ન હોય) તે ઉત્કૃષ્ટ સ્થિતિ. ઓછામાં ઓછી સ્થિતિ (=જેનાથી ઓછી સ્થિતિ હોય જ નહિ) તે જઘન્ય સ્થિતિ.
(૩) રસબંધ– હવે ત્રીજા રસબંધ વિષે વિચારણા કરવાની બાકી રહે છે. તે તે કર્મમાં આત્માના તે તે ગુણને દબાવવા વગેરેનો સ્વભાવ છે. પણ તે સ્વભાવ દરેક વખતે સમાન હોતો નથી. ન્યૂન-અધિક પણ હોય છે. દા.ત. મઘમાં કેફ (=નશો) કરવાનો સ્વભાવ છે, પણ દરેક પ્રકારનું મઘ એક સરખા કેફને ઉત્પન્ન કરતું નથી. અમુક પ્રકારનું મઘ અતિશય કેફ ઉત્પન્ન કરે છે. અમુક પ્રકારનું મઘ તેનાથી ઓછા કેફને કરે છે. અમુક પ્રકારનું મઘ તેનાથી પણ ન્યૂન કેફ ઉત્પન્ન કરે છે. એમ કર્મોના આત્મગુણોને દબાવવા વગેરે સ્વભાવમાં પણ તરતમતા હોય છે. અર્થાત્ કર્મોના (આત્મગુણને દબાવવા વગેરે) વિપાકમાં(ત્રફળમાં) તરતમતા હોય છે. તે તે કર્મ કેટલા અંશે પોતાનો વિપાક(ફળ) આપશે એનો નિર્ણય પણ પ્રદેશબંધ વખતે જ થઈ જાય છે. તે તે કર્મ પોતાનો વિપાક(ત્રફળ) કેટલા અંશે આપશે તેના નિર્ણયને રસબંધ કહેવાય છે. દા.ત. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને રોકે છે. પણ આપણે જોઈએ છીએ કે દરેક જીવમાં જ્ઞાનગુણનો અભિભવ સમાનપણે નથી. કોઈ વ્યક્તિ અમુક વિષયને સમજવા અતિ પ્રયત્ન કરવા છતાં સ્કૂલ સ્થૂલ સમજી શકે છે. જયારે અન્ય વ્યક્તિ એ જ વિષયને અલ્પ પ્રયત્નથી સૂક્ષ્મદષ્ટિથી સમજી જાય છે. ત્રીજી વ્યક્તિ એ જ વિષયનો વિના પ્રયત્ન ૧. મૂળ અને ઉત્તર પ્રવૃતિઓનું સ્વરૂપ હવે પછીના સૂત્રથી શરૂ થશે. ૨. મૂળ આઠ કર્મોની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ આ અધ્યાયમાં ૧૫થી ૨૧ સૂત્રમાં ગ્રંથકાર સ્વયં કહેશે.