________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૩૩
(૧) જીવિત-આશંસા– આશંસા એટલે ઇચ્છા. જીવિત એટલે જીવવું. જીવવાની ઇચ્છા તે જીવિત આશંસા. પૂજા, સત્કાર-સન્માન, પ્રશંસા આદિ ખૂબ થવાથી હું વધારે જીવું તો સારું એમ જીવવાની ઇચ્છા રાખવી.
(૨) મરણ આશંસા— પૂજા, સત્કાર-સન્માન, કીર્તિ, વેયાવચ્ચ આદિ ન થવાથી કંટાળીને હું જલદી મરી જઉં તો સારું એમ મરણની ઇચ્છા રાખવી. (૩) મિત્ર-અનુરાગ– મિત્ર, પુત્ર આદિ સ્વજન-સ્નેહીઓ ઉપર મમત્વભાવ રાખવો.
૩૩૪
(૪) સુખ અનુબંધ– પૂર્વે અનુભવેલાં સુખોને યાદ કરવાં.
(૫) નિદાનકરણ— તપ અને સંયમના પ્રભાવથી હું પરલોકમાં ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજા, બળવાન કે રૂપવાન બનું ઇત્યાદિ પરલોકના સુખની ઇચ્છા રાખવી. (૩૨)
દાનની વ્યાખ્યા—
अनुग्रहार्थं स्वस्यातिसर्गों दानम् ॥ ७-३३ ॥
સ્વ અને પરના` ઉપકાર માટે પોતાની વસ્તુ પાત્રને આપવી તે દાન. સ્વ-ઉપકાર પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. પ્રધાન એટલે મુખ્ય. કર્મ નિર્જરાથી આત્માની સંસારથી મુક્તિ એ પ્રધાન સ્વ-ઉપકાર છે. આનુષંગિક સ્વ-ઉપકાર એટલે મુખ્ય ઉપકારની સાથે સાથે અનાયાસે થઇ જતો ઉપકાર. આનુષંગિક સ્વ-ઉપકારના બે ભેદ છે. (૧) આ લોક સંબંધી અને (૨) પરલોક સંબંધી. સંતોષ, વૈભવ આદિની પ્રાપ્તિ એ આ લોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે. અર્થાત્ દાનથી દાન કરનારના આત્મામાં સંતોષગુણ આવે. (સંતોષની સાથે ઉદારતા આદિ ઘણા ગુણો આવે. તથા રાગાદિ દોષો ઘટી જાય.) તેવા પ્રકારના વિશિષ્ટ પુણ્યના ઉદયથી બાહ્ય વૈભવની પણ પ્રાપ્તિ થાય. પરલોકમાં વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે.
એ પ્રમાણે ૫૨-ઉપકાર પણ પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. કર્મનિર્જરાથી આત્માની સંસા૨થી મુક્તિ એપ્રધાન પર-ઉપકારછે. આનુષંગિક ૫૨-ઉ૫કા૨ આ લોક સંબંધી અને પરલોક સંબંધી એમ બે પ્રકારે છે. સંયમનું ૧. બ્રાહ્મપરાનુપ્રદાર્થ સ્વસ્થ... (પ્રસ્તુત સૂત્ર ઉપર ભાષ્ય)