________________
૩૩૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૩૦ અગિયારમા વ્રતના અતિચારોसचित्तसंबद्ध-संमिश्रा-ऽभिषव-दुष्पक्वाहाराः ॥ ७-३० ॥
સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સંચિત્તસંમિશ્ર આહાર, અભિષવ આહાર અને દુષ્પક્વ આહાર એ પાંચ ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રતના અતિચારો છે.
આ અતિચારો જેને સચિત્ત આહારનો ત્યાગ છે તેના માટે છે.
(૧) સચિત્ત આહાર- સચિત્ત (દાડમ આદિ) ફળ આદિનો ઉપયોગ કરવો. અહીં સચિત્તનો ત્યાગ હોવાથી અનાભોગ આદિથી સચિત્ત આહાર વાપરે તો અતિચાર. પણ જો જાણી જોઈને વાપરે તો વ્રતભંગ થાય. (૨) સચિત્ત સંબદ્ધ આહાર- ઠળિયા, ગોટલી આદિ સચિત્ત બીજ યુક્ત બોર, કેરી વગેરે આહાર વાપરવો. અહીં ઠળિયા, ગોટલી આદિ છોડી દે છે=મોંમાંથી બહાર કાઢી નાખે છે. માત્ર ફળનો અચિત્ત ગર્ભ=સાર વાપરે છે. આ દષ્ટિએ વ્રતનો ભંગ નથી. પણ વ્રતનું ધ્યેય (જીવરક્ષા) સચવાતું નથી. એથી પરમાર્થથી તો વ્રતભંગ છે. આમ અહીં આંશિક વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી અતિચાર લાગે છે. (૩) સચિત્ત સંમિશ્ર આહાર– થોડો ભાગ સચિત્ત અને થોડો ભાગ અચિત્ત હોય તેવો આહાર કરવો. દા.ત. તલ, ખસખસ આદિથી યુક્ત મોદક આદિનો આહાર કરવો. (૪) અભિષવ આહાર- મદ્ય આદિ માદક આહાર કરવો અથવા કીડી, કુંથુ આદિ સૂક્ષ્મ જીવોથી યુક્ત ખોરાકનો આહાર કરવો. (૫) દુષ્પક્વ આહાર– બરોબર ન રંધાવાથી કંઇક પક્વ અને કંઈક અપક્વ કાકડી વગેરેનો આહાર કરવો.
ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં અહીં બતાવેલા છેલ્લા ત્રણ અતિચારોના સ્થાને અપક્વૌષધિ-ભક્ષણતા, દુષ્પક્વૌષધિ-ભક્ષણતા અને તુચ્છૌષધિભણતા એ ત્રણ અતિચારોનો ઉલ્લેખ છે. (૩) અપક્વૌષધિભક્ષણતારાંધ્યા વિનાનો આહાર લેવો. દા.ત. સચિત્ત કણવાળા લોટને અચિત્ત સમજીને વાપરે. (૪) દુષ્પવૌષધિભક્ષણતા- આનો અર્થ આ ગ્રંથમાં આપેલ દુષ્પક્વ આહાર અતિચાર પ્રમાણે છે. (૫) તુચ્છૌષવિભાણતાજેનાથી તૃપ્તિ ન થાય તેવી પાપડ, બોર વગેરે વસ્તુ વાપરવી. ૧. સચિત્તનો ત્યાગ છે એમખ્યાલમાં ન રહેવું. અથવા આ વસ્તુ સચિત્ત છે એમ ખ્યાલમાં ન રહેવું...