________________
અ૦૭ સૂ૦ ૨૯] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૩૩૧ (૪) અનાદર- સામાયિકમાં ઉત્સાહનો અભાવ, નિયત સમયે સામાયિક ન લેવું વગેરે.
(૫) ઋત્યનુપસ્થાપન– એકાગ્રતાના અભાવે સામાયિક કરી કે નહિ તે ભૂલી જવું વગેરે.
મનોયોગ દુપ્પણિધાન આદિ સહસા, અનાભોગ (અનુપયોગ) વગેરેથી થાય તો અતિચાર રૂપ છે. જો ઇરાદાથી (જાણીને) કરવામાં આવે તો વ્રતભંગ થાય છે. (૨૮)
દશામા વ્રતના અતિચારોअप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गा-ऽऽदाननिक्षेपसंस्तारोपक्रमणाऽनादर-स्मृत्यनुपस्थापनानि ॥७-२९ ॥
અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિતઆદાનનિક્ષેપ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-સંસ્તારોપક્રમણ, અનાદર અને ઋત્યનુપસ્થાપન એ પાંચ પૌષધોપવાસ(ત્રપૌષધ)વ્રતના અતિચારો છે.
(૧) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ– અપ્રત્યવેક્ષિત એટલે દષ્ટિથી બિલકુલ જોયા વિના કે બરોબર જોયા વિના. અપ્રમાર્જિત એટલે ચરવળા વગેરેથી બિલકુલ કે બરોબર પ્રમાર્યા વિના. ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. ભૂમિને દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના મળ-મૂત્ર આદિનો ત્યાગ કરવો. (૨) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત આદાન નિક્ષેપ– આદાન એટલે લેવું. નિક્ષેપ એટલે મૂકવું. દષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવી અને મૂકવી. (૩) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત સંસ્તારોપક્રમણ સંસ્કાર એટલે સંથારો, આસન વગેરે સૂવાનાં અને પાથરવાનાં સાધનો. ઉપક્રમણ એટલે પાથરવું. દષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના સંથારો, આસન વગેરે પાથરવું. (૪) અનાદર-પૌષધમાં ઉત્સાહ ન રાખવો. જેમ તેમ અનાદરથી પૌષધ પૂર્ણ કરવો. (૫) ઋત્યનુપસ્થાપન–પોતે પૌષધમાં છે તે ભૂલી જવું. પૌષધની વિધિઓ યાદ ન રાખવી વગેરે. (૨૯)