________________
૩૨૮
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર (અ) ૭ સૂ૦ ૨૭ (૩) શબ્દાનુપાત– નજીકમાં ખોંખારો, ઉધરસ વગેરેથી અને દૂર તાર, ટેલિફોન વગેરેથી (શબ્દોના અનુપાતથી ફેંકવાથી) ધારેલ દેશથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને પોતાની પાસે બોલાવે.
(૪) રૂપાનુપાત– ધારેલ દેશથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને બોલાવવા ધારેલ દેશમાં ઊભા રહીને પોતાનું શરીર કે શરીરના અંગો બતાવે, અથવા તેવા પ્રકારની કાયિક ચેષ્ટા કરે.
(૫) પુદ્ગલક્ષેપ- ધારેલ પ્રમાણથી અધિક દેશમાં રહેલી વ્યક્તિનું કામ પડતાં તેને બોલાવવા ધારેલ દેશમાં રહીને તે વ્યક્તિ નજીક હોય તો કાંકરો વગેરે ફેંકે કે જેથી તે વ્યક્તિ પોતાની પાસે આવે.
અહીં પોતે પોતાના શરીરથી નિયમિત દેશથી બહાર જતો નથી, એટલે એ દષ્ટિએ વ્રતભંગ થતો નથી. પણ બીજા દ્વારા વસ્તુ મંગાવવી, બીજાને મોકલવો, શબ્દાનુપાત આદિથી બીજાને પોતાની પાસે બોલાવવા વગેરેમાં નિયમનું ધ્યેય સચવાતું નથી. નિયમિત દેશથી બહાર હિંસા અટકાવવા દિશાનું નિયમન કર્યું છે. પોતે ન જવા છતાં વસ્તુ મંગાવવા આદિથી હિંસા તો થાય છે. પોતે જાય એના કરતાં બીજા પાસે મંગાવવા વગેરેમાં વધારે હિંસા થાય એવું પણ બને. કારણ કે પોતે જેવી જયણા પાળે તેવી બીજાઓ પાળે નહિ. આથી પોતે જાય તો પોતે કામ કરે તો હિંસા ઓછી થવાનો સંભવ છે. આમ આનયન આદિમાં નિયમનું ધ્યેય જળવાતું ન હોવાથી પરમાર્થથી વ્રતનો ભંગ છે. આ રીતે આનયન આદિમાં અપેક્ષાએ વ્રતનો અભંગ અને અપેક્ષાએ વ્રતનો ભંગ હોવાથી અતિચાર છે.
અહીં પ્રથમના બે અતિચારો સમજણના અભાવે કે સહસાકાર વગેરેથી થાય છે. પછીના ત્રણ અતિચારો માયાથી થાય છે. પ્રથમના બે અતિચારોમાં હું બીજા પાસે મારું કાર્ય કરાવીશ તો મારા નિયમમાં વાંધો નહિ આવે એવી બુદ્ધિ છે. પણ આ અજ્ઞાનતા છે. બીજા પાસે કરાવવાથી વધારે વિરાધના થવાનો સંભવ છે. (૨૬) આઠમા વ્રતના અતિચારોकन्दर्प-कौत्कुच्य-मौखर्या-ऽसमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि॥७-२७॥ કંદર્પ, કૌન્દુ, મૌખર્ય, અસમીક્ષ્યાધિકરણ અને ઉપભોગાધિકત્વ એ પાંચ અનર્થદંડવિરતિ વ્રતના અતિચારો છે.