________________
૩૨૬
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૫
વધારે ન રાખવાનો નિયમ કર્યા પછી ભેટ આદિથી પિત્તળના પ્યાલાની સંખ્યા વધી જતાં નિયમ ભંગના ભયથી પ્યાલા ભંગાવી વાટકીની સંખ્યા ઓછી હોવાથી વાટકીઓ બનાવી દે.
અહીં સર્વત્ર સાક્ષાત્ તો નિયમનો ભંગ થયો છે. પણ હૃદયમાં વ્રત ભંગના ભયના કારણે વ્રત સાપેક્ષ હોવાથી અપેક્ષાએ વ્રતભંગ નથી. આથી પ્રમાણનો અતિક્રમ=ઉલ્લંઘન અતિચાર છે. (૨૪)
છઠ્ઠા વ્રતના અતિચારો— ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रम - क्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ॥ ७-२५ ॥ ઊર્ધ્વ, અધો અને તિર્યક્ એ ત્રણ દિશાના પ્રમાણમાં વ્યતિક્રમ તથા ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યન્તર્ધાન એ પાંચ દિગ્વિરતિ વ્રતના અતિચારો છે. (૧) ઊર્ધ્વ વ્યતિક્રમ– ભૂલથી ઉપરની દિશામાં પર્વતાદિ ઉપર ધારેલ પ્રમાણથી અધિક ઉપર જવું.
(૨) અધોવ્યતિક્રમ– ભૂલથી નીચેની દિશામાં કૂવા આદિમાં ધારેલ પ્રમાણથી અધિક નીચે જવું.
(૩) તિર્થવ્યતિક્રમ— ભૂલથી તિહુઁ પૂર્વ આદિ આઠ દિશામાં ધારેલ પ્રમાણથી અધિક દૂર જવું. આ ત્રણે ભૂલથી થાય તો અતિચાર છે. જાણી જોઇને કરે તો સર્વથા વ્રતભંગ થાય છે.
(૪) ક્ષેત્રવૃદ્ધિ– એક દિશાનું પ્રમાણ બીજી દિશામાં નાંખીને બીજી દિશાના પ્રમાણમાં વૃદ્ધિ કરવી. દા.ત. પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૫૦-૫૦ માઇલનું પ્રમાણ ધાર્યા બાદ પૂર્વ દિશામાં ૬૦ માઇલ જવાની જરૂર પડતાં પશ્ચિમ દિશામાંથી ૧૦ માઇલ લઇને પૂર્વ દિશામાં ઉમેરે. અહીં નિયમભંગ થવા છતાં કુલ સંખ્યા કાયમ રહેવાથી અપેક્ષાએ અતિચાર છે.
(૫) નૃત્યન્તર્ધાન– લીધેલા નિયમને (=દિશાના પ્રમાણને) ભૂલી જવું=બરોબર યાદ ન રાખવું. દિશાના પ્રમાણને ભૂલી ગયા પછી ધારેલ પ્રમાણથી દૂર ન જાય છતાં અતિચાર લાગે. જેમ કે ૫૦ માઇલ ધાર્યા છે કે ૧૦૦ માઇલ એમ શંકા થવાથી કદાચ ૫૦ ધાર્યા હશે તો આગળ જઇશું તો નિયમનો ભંગ થશે એમ વિચારી ૫૦ માઇલથી આગળ ન જાય તો પણ