________________
૩૨૫
અ૦ ૭ સૂ૦ ૨૪] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
(૧) યોજન- યોજન એટલે જોડવું. એક ઘરથી અધિકના અભિગ્રહવાળાને અધિકની જરૂર પડતાં (કે કોઈ કારણસર લેવાની ઇચ્છા થતાં) વ્રતભંગ થવાના ભયથી પ્રથમ ઘરની બાજુમાં જ બીજું ઘર લે અને વચ્ચેની ભીંત પાડી નાંખી બંનેનું યોજન=જોડાણ કરી એક ઘર બનાવે. અહીં પરમાર્થથી બે ઘર હોવાથી અપેક્ષાએ ભંગ થાય. પણ હૃદયમાં વ્રતરક્ષાના પરિણામ હોવાથી અપેક્ષાએ ભંગ ન થાય.
(૨) પ્રદાન– પ્રદાન એટલે આપવું. સુવર્ણ આદિનું પ્રમાણ પછી કોઈની પાસેથી (કમાણી આદિથી) બીજું મળે તો વ્રતભંગની ભીતિથી હમણાં તમારી પાસે રાખો એમ કહી બીજાને આપી દે. વ્રતની અવધિ પૂર્ણ થતાં લઈ લે.
અથવા નિયમ ઉપરાંત આવેલી રકમ બહાર દેખાવ માટે પોતાના પુત્ર, પુત્રી, સ્ત્રી આદિ સ્વજનના નામે ચઢાવી અંતરથી પોતાની માલિકી રાખે. આ રીતે બીજાને આપવા છતાં કે બીજાના નામે ચઢાવવા છતાં માલિકી પોતાની રહેતી હોવાથી નિયમ ભંગ થાય. પણ મેં નિયમ ઉપરાંત રાખ્યું નથી એવી બુદ્ધિ હોવાથી વ્રતસાપેક્ષ હોવાથી ભંગાભંગ રૂપ અતિચાર ગણાય.
(૩) બંધન– બંધન એટલે ઠરાવ, પરિમાણ કર્યા બાદ બીજા પાસેથી અધિક મળે તો વ્રતભંગના ડરથી ચાર માસ (વગેરે અવધિ) પછી હું લઈ જઈશ, હમણાં તમારી પાસે રહેવા દો એમ ઠરાવ કરીને ત્યાં જ રહેવા દે. ચાર માસ (વગેરે નિયમની અવધિ) પૂર્ણ થતાં લઈ લે.
(૪) કારણ– ગાય, બળદ વગેરેનું પ્રમાણ નક્કી કર્યા પછી ગાય આદિને ગર્ભ રહે અથવા વાછરડાં આદિનો જન્મ થાય તો વ્રતભંગના ભયથી ગણતરી કરે નહિ. મારે તો ગાય કે બળદનું પરિમાણ છે. ગર્ભ યા વાછરડાં ગાય-બળદ નથી, કિન્તુ ગાય-બળદનાં કારણ છે. મોટાં થશે ત્યારે ગાયબળદ થશે.
(૫) ભાવ-ભાવ એટલે પરિવર્તન. દશથી વધારે પિત્તળના પ્યાલાનો નિયમ કર્યા બાદ ભેટ આદિથી અધિક થતા વ્રતભંગના ભયથી પ્યાલાઓને ભંગાવી નાના પ્યાલાઓને મોટા કરીને વ્રતની સંખ્યા કાયમ રાખે.
અથવા પરિગ્રહ પરિમાણથી વધેલ વસ્તુને પરિગ્રહ પરિમાણથી ઓછી રહેલી વસ્તુ રૂપે ફેરવી નાંખે. જેમ કે પિત્તળના ૧૦પ્યાલા અને ૧૦ વાટકીથી