________________
અ૦ ૭ સૂ૦ ૨૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૨૩
પરિગૃહીતાગમન) લાગે અને પરપુરુષ તરફ વિકારર્દષ્ટિથી જુએ, તેના તરફ આકર્ષાય વગેરે પ્રસંગે બીજો અતિચાર લાગે.
(૪) અનંગક્રીડા– મૈથુન સેવન માટેનાં અંગો (યોની અને પ્રજનન) સિવાયના શરીરના હસ્તાદિ અવયવોથી ક્રીડા કરવી=કામસેવન કરવું, અર્થાત્ અસ્વાભાવિક=સૃષ્ટિવિરુદ્ધ કામસેવન કરવું. અથવા અનંગ એટલે કામરાગ. અતિશય કામરાગ ઉત્પન્ન થાય તેવી અધરચુંબન આદિ ક્રીડા કરવી. (૫) તીવ્રકામાભિનિવેશ– તીવ્ર મોહનીય કર્મના ઉદયથી (મૈથુન સેવનની) તીવ્ર ઇચ્છાથી મૈથુન સેવન કરવું.
પરસ્ત્રી વિરમણ કે સ્વદારાસંતોષ એ બંને પ્રકારમાંથી ગમે તે રીતે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારનારને મૈથુનસેવનનો ત્યાગ છે. પણ આવી અનંગક્રીડા કરવાનો ત્યાગ નથી. તથા તીવ્ર કામથી મૈથુનસેવનનો સાક્ષાત્ ત્યાગ નથી. આ ષ્ટિએ અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ એ બંનેથી વ્રત ભંગ થતો નથી. પણ બ્રહ્મચર્યનું ધ્યેય કામની ઇચ્છાને ઘટાડવાનું છે. આ બંનેમાં એ ધ્યેયનું પાલન થતું નથી. કારણ કે બંનેથી કામભોગની ઇચ્છા વૃદ્ધિ પામે છે. આથી પરમાર્થદૃષ્ટિએ આ બંને પ્રકારના કામસેવનનો પણ ત્યાગ થઇ ગયો હોવાથી વ્રતભંગ થાય છે. આમ આ બેમાં અપેક્ષાએ વ્રતનો અભંગ અને અપેક્ષાએ ભંગ હોવાથી બંને અતિચાર રૂપ છે. (૨૩)
પાંચમા વ્રતના અતિચારો—
ક્ષેત્રવાસ્તુ-બ્ધિસુવર્ણ-ધનધાન્ય-વાશીવાસપ્યપ્રમાળાતિમાં: || ૭-૨૪ ||
ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દાસી-દાસ અને કુષ્ય એ પાંચના પ્રમાણમાં અતિક્રમ(=વધારો) એ પાંચ અતિચારો સંતોષ(સ્કૂલ પરિગ્રહ વિરમણ) વ્રતના છે.
(૧) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ– ખેતી કરવા લાયક ભૂમિ તે ક્ષેત્ર. રહેવા લાયક (ઘર આદિ) ભૂમિ તે વાસ્તુ. પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ક્ષેત્ર-વાસ્તુનો (સર્વ પ્રકારની જમીનનો) સ્વીકાર કરવો એ ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ
(૨) હિરણ્ય-સુવર્ણપ્રમાણાતિક્રમ– હિરણ્ય એટલે ચાંદી. સુવર્ણ એટલે સોનું. અહીં ચાંદી-સુવર્ણના ઉપલક્ષણથી રત્ન આદિ ઉચ્ચ પ્રકારની