________________
૩૨૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૩
થાય. આથી પોતાના સંતાનોના વિવાહનો નિર્દેશ અહીં નથી કર્યો. પણ જો પોતાનાં સંતાનોના વિવાહ અન્ય પોતાનો મોટો પુત્ર કે ભાઇ વગેરે સંભાળી લે તેમ હોય તો પોતાએ તેમાં જરા પણ માથું નહિ મારવું જોઇએ.
(૨) ઇત્વર પરિગૃહીતા ગમન– ઇત્વર એટલે થોડો સમય. પરિગૃહીતા એટલે સ્વીકારેલી. બીજા કોઇએ થોડા સમય માટે વેશ્યાનો સ્વીકાર કર્યો હોય ત્યારે વેશ્યાગમન કરવું. જેટલા સમય સુધી અન્ય વ્યક્તિએ (પૈસા આપવા વગેરેથી) વેશ્યાનો સ્વીકાર કર્યો હોય તે સમયમાં વેશ્યાગમન કરવું એ અતિચાર છે. તેટલા વખત સુધી બીજાએ પગાર બાંધી વેશ્યાને પોતાની સ્ત્રી રૂપે રાખેલી હોવાથી પરદારા છે. એટલે વ્રતભંગ છે. છતાં હું પરસ્ત્રીસેવન કરતો નથી, કિન્તુ વેશ્યાસેવન કરું છું એમ માનસિક પરિણામની દૃષ્ટિએ વ્રતભંગ ન હોવાથી ઇત્વરપરિગૃહીતાગમન અતિચાર છે.
અથવા પોતે પૈસા આપી થોડો સમય પોતાની સ્ત્રી કરીને વેશ્યાગમન કરવું તે ઇત્વરપરિગૃહીતાગમન. અહીં ભાડું આપી થોડા સમય માટે પોતાની સ્ત્રી કરીને રાખી હોવાથી મારી પોતાની સ્ત્રી છે એ દૃષ્ટિએ આ અતિચાર છે. (૩) અપરિગૃહીતા ગમન—– જેનો કોઇએ સ્ત્રી તરીકે સ્વીકાર ન કર્યો હોય તે અપરિગૃહીતા. વેશ્યા, પ્રોષિતભર્તૃકા (જેનો પતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી), અનાથ સ્ત્રી, કુમારિકા વગેરે અપરિગૃહીતા સ્ત્રીનો ઉપભોગ કરવો તે અપરિગૃહીતાગમન. લોકમાં વેશ્યા વગેરે પરસ્ત્રી રૂપે ગણાય છે. પણ જેનો કોઇ ધણી ન હોય તે પરસ્ત્રી ન કહેવાય એમ ધારીને વેશ્યા આદિનું સેવન કરનાર વ્યક્તિની દૃષ્ટિએ વ્રતભંગ ન થવાથી આ અતિચાર છે.
આ બે અતિચાર પરસ્ત્રીનો ત્યાગ કરનારની અપેક્ષાએ છે. સ્વદારાસંતોષ રૂપ વ્રત ગ્રહણ કરનારની અપેક્ષાએ તો આ બે સર્વથા વ્રતભંગ રૂપ છે. કારણ કે તેણે સ્વસ્તી સિવાય બધી સ્ત્રીઓનો ત્યાગ કર્યો છે. સ્ત્રીને ‘સ્વપતિ સંતોષ’ રૂપ એક જ વ્રત હોવાથી તેને પણ આ બે અતિચારો સામાન્યથી ન હોય. અપેક્ષાએ તો તેને પણ આ બે અતિચારો હોઇ શકે. જ્યારે પોતાના પતિને શોધ્યે વા૨ાના દિવસે પરિગૃહીત કર્યો હોય ત્યારે તેના વારાને ઉલ્લંઘી પતિ સાથે સંભોગ કરતાં પ્રથમ અતિચાર (ઇત્વર