________________
અ૦૭ સૂ૦ ૨૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૧૯ પોતાના ઉપર વિશ્વાસ રાખીને પત્ની, મિત્ર, પાડોશી આદિ કોઈ પણ વ્યક્તિએ જે ગુરૂવાત કરી હોય તેનું બહાર પ્રકાશન કરવું એ સ્વદારામંત્રભેદ છે.'
સાકારમંત્રભેદમાં (કે સ્વદારામંત્રભેદમાં) હકીકત સત્ય હોવા છતાં તે હકીકતના પ્રકાશનથી સ્વ-પરને દ્વેષ, આપઘાત, લડાઈ, ક્લેશ-કંકાસ વગેરે મહાન અનર્થ થવાનો સંભવ છે. એટલે આંશિક વ્રતભંગ હોવાથી તે અતિચાર રૂપ છે.
સાકારમંત્રભેદ અને સ્વદારામંત્રભેદ (યાવિશ્વસ્ત મંત્રભેદ)માં તફાવત
સાકારમંત્રભેદ અને સ્વદારામંત્રભેદ એ બંનેમાં વિશ્વાસુની ગુપ્ત હકીકતનું બહાર પ્રકાશન કરવું એ અર્થ સમાન છે. પણ ગુણ હકીકતને જાણવામાં ભેદ છે. સાકારમંત્રભેદમાં શરીરચેષ્ટા, પ્રસંગ, વાતાવરણ વગેરે દ્વારા ગુપ્ત હકીકતને જાણે છે. જ્યારે સ્વદારામંત્રભેદમાં વિશ્વાસુ વ્યક્તિ જ તેને પોતાની હકીકત જણાવે છે.
સાકારમંત્રભેદ અને રહસ્યાભ્યાખ્યાનમાં ભેદ– સાકારમંત્રભેદ અને રહસ્યાભ્યાખ્યાન એ બંનેમાં ગુપ્ત હકીકતનું પ્રકાશન કરવું એ અર્થ સામન છે. પણ ગુમ હકીકતના પ્રકાશનમાં ભેદ છે. સાકારમંત્રભેદમાં વિશ્વાસુ બનીને ગુપ્ત હકીકતનું પ્રકાશન કરે છે, જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં સામાન્યથી વિશ્વાસુ અવિશ્વાસુના ભેદ વિના) ગુમ હકીકતનું પ્રકાશન કરે છે. તથા બીજો ભેદ એ છે કે સાકારમંત્રભેદમાં ગુપ્ત હકીકત જેની પાસેથી જાણી હોય તેનાથી અન્ય સંબંધી હોય છે. જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં (પતિપત્ની, મિત્ર-મિત્ર વગેરે) જેની પાસેથી જાણી હોય તેના સંબંધી હોય છે. જેમ કે પતિ-પત્નીને એકાંતમાં સ્વસંબંધી કોઇ વાત કરી. બીજો કોઇ એ જાણી ગયો અને બહાર પ્રકાશન કર્યું. આ પ્રકાશન રહયાભ્યાખ્યાન છે. હવે જો પતિ-પત્નીએ બીજાના સંબંધી કોઈ વાતચીત કરી હોય અને બીજો કોઈ જાણીને પ્રકાશ કરે તો તે સાકારમંત્રભેદ ગણાય. હવે ત્રીજો ભેદ એ છે કે સાકારમંત્રભેદમાં ગુપ્ત હકીકત જેના સંબંધી હોય તેને કહેવાની હોય છે.
૧. યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં આ અતિચારના આ ભાવાર્થ પ્રમાણે એનું-વિશ્વસ્ત મંત્રભેદ'
(વિશ્વાસુના અભિપ્રાયનું પ્રકાશન કરવું) એવું નામ છે.