________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૧
અન્ય ગ્રંથોમાં ‘ન્યાસાપહાર' અતિચારના સ્થાને ‘સહસા અભ્યાખ્યાન’ અતિચાર લાગે છે. સહસા એટલે વિચાર કર્યા વિના ઓચિંતું. અભ્યાખ્યાન એટલે આરોપ. વગર વિચારે તું ચોર છે, તું બદમાસ છે ઇત્યાદિ આરોપ મૂકવો. અહીં અન્યને આરોપ આપવાનો પોતાનો ઇરાદો નથી પણ ઉતાવળથી હકીકત બરોબર જાણ્યા વિના અસત્ય હકીકતને સત્ય હકીકત સમજીને અનાભોગથી કહી દે છે. આથી અહીં અંતરમાં વ્રતભંગના પરિણામ નથી. પણ તેનાથી પરદુ:ખ આદિ થવાનો સંભવ હોવાથી આંશિક ભંગ છે. આથી સહસાભ્યાખ્યાન અતિચારરૂપ છે. પણ જો જાણી જોઇને દુ:ખ આપવાના આશયથી ખોટો આરોપ ચઢાવવામાં આવે તો વ્રતભંગ
જ ગણાય.
(૫) સાકાર મંત્રભેદ— આકાર એટલે શરીરની આકૃતિ=વિશિષ્ટ ચેષ્ટા. આકારથી સહિત તે સાકાર. મંત્ર એટલે અભિપ્રાય. અન્યની તેવા પ્રકારની શરીરની ચેષ્ટાથી જાણવામાં આવેલ અભિપ્રાય તે સાકારમંત્ર. તેનો ભેદ એટલે બહાર પ્રકાશન કરવું. આ સાકારમંત્રભેદનો શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે—વિશ્વાસપાત્ર બનીને તેવા પ્રકારની શરીરની ચેષ્ટાથી અથવા તેવા પ્રકારના પ્રસંગ ઉ૫૨થી કે આજુબાજુના વાતાવરણ વગેરેના આધારે અન્યનો ગુપ્ત અભિપ્રાય(ગુપ્ત હકીકત) જાણીને બીજાને કહે અને બીજાનો અભિપ્રાય(ગુપ્ત હકીકત) તેને કહે, એમ એક-બીજાની ગુપ્ત વાતો એક બીજાને કહીને પરસ્પરની પ્રીતિનો વિચ્છેદ કરાવે અથવા વિશ્વાસુ બની રાજ્યની કે અન્ય કોઇની પણ ગુપ્ત હકીકત પૂર્વોક્ત મુજબ (ચેષ્ટા, પ્રસંગ વાતાવરણ વગેરેથી) જાણીને બહાર પ્રકાશન કરે.1
૩૧૮
ધર્મરત્ન પ્રકરણ વગેરે અન્ય ગ્રંથોમાં ‘સાકારમંત્રભેદ’ના સ્થાને ‘સ્વદારામંત્રભેદ’ અતિચાર આવે છે. સ્વની=પોતાની દારાનો=પત્નીનો મંત્ર=અભિપ્રાય(ગુપ્ત હકીકત) તે સ્વદારામંત્ર. તેનો ભેદ એટલે બહાર પ્રકાશન કરવું. આ સ્વદારામંત્રભેદનો શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે—
૧. આમ કરવાનું કારણ ઇર્ષા, દ્વેષ વગે૨ે છે.
૨.
સંસ્કૃતમાં અકારાંત દાર શબ્દ હોવાથી ‘સ્વદારમંત્ર ભેદ’ એવો પ્રયોગ થાય. ગુજરાતીમાં
આકારાંત દારા શબ્દ પ્રસિદ્ધ હોવાથી અહીં ‘સ્વદારામંત્ર ભેદ' એવો પ્રયોગ કર્યો છે.