________________
૩૧૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૧૮
ત્યાગ કરીને મનને સ્વસ્થ=સમાધિયુક્ત રાખવું જોઇએ. આ પ્રમાણે કરવાથી વ્રતી અંતિમ કાળે અતિ સુંદર મોક્ષમાર્ગની આરાધના કરી લે છે. (૧૭) (વ્રતોને સ્વીકાર્યા બાદ તેમાં દૂષણો=અતિચાર ન લાગે તેની કાળજી રાખવી જોઇએ. આ માટે કેવી કેવી રીતે કયા કયા અતિચારો લાગવાનો સંભવ છે એ સાધકે જાણવું જોઇએ. આથી હવે ગ્રંથકાર સમ્યગ્દર્શનમાં, બારવ્રતોમાં અને સંલેખનામાં સંભવિત મુખ્ય મુખ્ય અતિચારોનું વર્ણન શરૂ કરે છે.) સમ્યગ્દર્શનના અતિચારો
શા-જાડ્યા-વિધિષ્ઠિત્મા-ડન્ધદષ્ટિપ્રશંસા-સંતવા: સભ્ય છેતિવારા: ॥ ૭-૮ ॥
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિ સંસ્તવ એ પાંચ સમ્યગ્દર્શનના અતિચારો છે.
અતિચાર, સ્ખલના, દૂષણ વગેરે શબ્દોનો એક અર્થ છે. જેનાથી વ્રતોમાં દૂષણ લાગે તે અતિચાર.
(૧) શંકા— પોતાની મતિમંદતાથી આગમોક્ત પદાર્થો ન સમજી શકવાથી અમુક વસ્તુ અમુક રૂપે હશે કે નહિ ? ઇત્યાદિ સંશય રાખવો. શંકાના બે પ્રકાર છે. (૧) સર્વશંકા (૨) દેશશંકા. (૧) સર્વશંકા- મૂળ વસ્તુની જ શંકા એ સર્વ શંકા. જેમ કે—ધર્મ હશે કે નહિ ? આત્મા હશે કે નહિ ? સર્વજ્ઞ હશે કે નહિ ? જિનધર્મ સત્ય હશે કે નહિ ? (૨) દેશશંકા— મૂળ વસ્તુની શંકા ન હોય, પણ તે વસ્તુ અમુક રૂપે હશે કે નહિ ? એ પ્રમાણે વસ્તુના એક દેશની શંકા તે દેશશંકા. દા.ત. આત્મા તો છે, પણ તે શરી૨પ્રમાણ હશે કે નહિ ? શરીરપ્રમાણ છે કે લોકવ્યાપી છે ? પૃથ્વીકાય આદિ જીવો હશે કે નહિ ? નિગોદમાં અનંત જીવો હશે કે નહિ ? આત્માના અસંખ્ય પ્રદેશો હશે કે નહિ ? વગેરે.
(૨) કાંક્ષા– કાંક્ષા એટલે ઇચ્છા. ધર્મના ફળ રૂપે આ લોકના કે પરલોકના સુખની ઇચ્છા રાખવી. સંસારનું સર્વ પ્રકારનું સુખ દુઃખરૂપ હોવાથી જિનેશ્વરોએ હેય કહ્યું છે. આથી ધર્મ કેવળ મોક્ષને ઉદ્દેશીને કરવાની આજ્ઞા છે. આથી ધર્મના ફળ રૂપે આ લોકના કે પરલોકના સુખની ઇચ્છા રાખનાર વ્યક્તિ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. આજ્ઞાનું