________________
૩૧૦
શ્રીતવાથિિધગમસૂત્ર (અ) ૭ સૂ૦ ૧૬ મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ, તેમને આપવાથી આપણાં અનેક પાપો બળી જાય ઈત્યાદિ વિશુદ્ધ ભાવનાથી આપવું.
(૪) સત્કાર– આદરથી આપવું, નિમંત્રણ કરવા જવું, ઓચિંતા ઘરે આવે તો ખબર પડતાં સામે જવું, વહોરાવ્યાં બાદ થોડા સુધી પાછળ જવું, વગેરે સત્કારપૂર્વક દાન કરવું.
(૫) ક્રમ- શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનું પ્રથમ નિમંત્રણ કરવું. પછી બીજી વસ્તુઓનું નિમંત્રણ કરવું અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહોરાવવું.
(૬) કલ્પનીય– આધાકર્મ આદિ દોષોથી રહિત, સંયમમાં ઉપકાર વગેરે ગુણોથી યુક્ત વસ્તુ કલ્પનીય છે.
વર્તમાનકાળે ચોવિહાર યા તિવિહાર ઉપવાસથી રાતદિવસનો પૌષધ કરી બીજે દિવસે એકાસણું કરવું અને સાધુઓ જે વસ્તુ વહોરે તે વસ્તુ વાપરવી એ પ્રમાણે અતિથિસંવિભાગવત કરવામાં આવે છે. આ નિયમ લેનારે વર્ષમાં બે-ત્રણ-ચાર એમ જેટલા દિવસ અતિથિસંવિભાગ કરવો હોય તેટલા દિવસની સંખ્યા નક્કી કરી લેવી જોઈએ.
ફળ– આ વ્રતના સેવનથી દાનધર્મની આરાધના થાય છે. સાધુઓ પ્રત્યે પ્રેમ-બહુમાન અને ભક્તિ વધે છે. સાધુને દાન આપીને સંયમની અનુમોદના દ્વારા સંયમધર્મનું ફળ મળે છે.
- સાત વ્રતોના બે વિભાગ– અહીં બતાવેલાં સાત વ્રતોના ગુણવ્રત અને શિક્ષાવ્રત એમ બે વિભાગ છે. દિગ્વિરતિ, ઉપભોગ-પરિભોગપરિમાણ અને અનર્થદંડ વિરમણ એ ત્રણ ગુણવ્રત છે. કારણ કે તે વ્રતો પાંચ અણુવ્રતોમાં ગુણ લાભ કરે છે. આ ત્રણ વ્રતોથી પાંચ અણુવ્રતોનું પાલન સરળ બને છે. દેશવિરતિ, સામાયિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. કારણ કે તે વ્રતોના પાલનથી સંયમધર્મની શિક્ષા=અભ્યાસ (પ્રેકટીસ) થાય છે.