________________
અ૦ ૭ સૂ૦ ૧૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૦૯
ન
પાપવાળી વસ્તુઓમાં પણ જેનો ઉપયોગ ન કરવાનો હોય તેનો ત્યાગ કરવો જોઇએ. જેથી નિરર્થક પાપથી બચી જવાય. સચિત્ત-વ્ય-વિજ્ઞ... એ ચૌદ નિયમો દ૨૨ોજ લેવાથી બિન ઉપયોગી વસ્તુઓનો ત્યાગ અને ઉપયોગી વસ્તુઓનું પરિમાણ સહેલાઇથી થઇ શકે છે. આ ચૌદ નિયમોના પાલનથી નિરર્થક પાપોથી બચવા સાથે બાહ્ય અને અત્યંતર દૃષ્ટિએ જીવન કેવું સુંદર બને છે તથા એનાથી આધ્યાત્મિક અને શારીરિક કેવા લાભો થાય છે વગેરે તો એ નિયમોનું પાલન કરનાર જ સમજી શકે છે=અનુભવી શકે છે. ધંધામાં પંદર પ્રકારના કર્માદાનનો ત્યાગ કરવો જોઇએ. બધાનો ત્યાગ ન થઇ શકે તો અમુકનો=જે બિનજરૂરી હોય તેનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ.
ફળ– આ વ્રતથી જીવનમાં સાદાઇ અને ત્યાગ આવે છે. આ વ્રતથી આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ થવા સાથે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક વગેરે દૃષ્ટિએ પણ ઘણો લાભ થાય છે.
(૧૨) અતિથિ સંવિભાગવ્રત– તિથિ, પર્વ વગેરે લૌકિક વ્યવહારનો જેમણે ત્યાગ કર્યો છે તેવા ભિક્ષુઓ અતિથિ છે. પ્રસ્તુતમાં શ્રાવકધર્મનો અધિકાર હોવાથી અતિથિ રૂપે વીતરાગપ્રણીત ચારિત્રધર્મની આરાધના કરનારા સુસાધુઓ સમજવા જોઇએ. અતિથિનો=સાધુઓનો સંવિભાગ કરવો એટલે કે તેમને સંયમમાં જરૂરી આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિનું ભક્તિથી પ્રદાન કરવું તે અતિથિસંવિભાગ. સાધુઓને ન્યાયાગત (=ન્યાયથી મેળવેલ) વસ્તુનું દાન કરવું જોઇએ, અને તે પણ વિધિપૂર્વક, એટલે કે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ અને કલ્પનીયના ઉપયોગપૂર્વક કરવું જોઇએ.
(૧) દેશ આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ઇત્યાદિ વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં આપવી વગેરે.
(૨) કાળ— સુકાળ છે કે દુષ્કાળ છે ઇત્યાદિ વિચાર કરવો. દુષ્કાળ હોય અને પોતાને સુલભ હોય તો સાધુઓને અધિક પ્રમાણમાં વહોરાવવું. કયા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે, વર્તમાનમાં કઇ વસ્તુ સુલભ છે કે દુર્લભ છે, ઇત્યાદિ વિચાર કરીને તે પ્રમાણે વહોરાવવું વગેરે.
(૩) શ્રદ્ધા— વિશુદ્ધ અધ્યવસાયથી આપવું. આપવું પડે છે માટે આપો એવી બુદ્ધિ નહિ, કિન્તુ આપવું એ આપણી ફરજ છે, એમનો આપણા ઉપર