________________
અ૦૭ સૂ૦ ૧૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૦૭ આ ચાર પ્રકારના અનર્થદંડના સેવનથી પોતાને કોઇ લાભ થતો નથી, બલ્ક નિરર્થક પાપકર્મનો બંધ થાય છે. આ વ્રતમાં સૂક્ષ્મતાથી ત્યાગ ન થઈ શકે તો પણ સ્કૂલપણે સાત વ્યસન, નાટક, સિનેમા, ખેલ-તમાસો, રેડિયો, નૃત્ય વગેરેનો અવશ્ય ત્યાગ કરવો.
ફળ- આ વ્રતથી અનેક પ્રકારનાં ખોટાં પાપોથી બચી જવાય છે. જીવન સંસ્કારિત બને છે. તામસ અને રાજસ વૃત્તિ દૂર થાય છે. સાત્ત્વિકવૃત્તિ પ્રગટે છે.
(૯) સામાયિક વ્રત- સમ એટલે સમતા-શાંતિ, આય એટલે લાભ. જેનાથી શાંતિ પ્રાપ્ત થાય તે સામાયિક. સર્વ સાવદ્ય યોગોનો (=પાપવ્યાપારોનો) ત્યાગ કર્યા વિના શાંતિ ન મળે, માટે આ વ્રતમાં સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ કરવામાં આવે છે. અમુક કાળ સુધી (ધારણા પ્રમાણે, જેમ કે સાધુ પાસે રહું ત્યાં સુધી વગેરે) દ્વિવિધ-ત્રિવિધથી (મન, વચન અને કાયા એ ત્રિવિધથી, પાપ ન કરું અને ન કરાવું એ દ્વિવિધથી) સર્વ સાવદ્યયોગોનો ત્યાગ તે સામાયિક. વર્તમાનમાં આ વ્રતમાં બે ઘડી સુધી સર્વ સાવઘયોગોનો ત્યાગ કરવામાં આવે છે. એટલે બે ઘડી સુધી દ્વિવિધ-ત્રિવિધે સર્વ સાવદ્યયોગોનો ત્યાગ તે સામાયિક.
આ વ્રતનો સ્વીકાર કરનારે દરરોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવું એવો નિયમ લેવો જોઇએ. રોજ ન બની શકે તો વર્ષમાં અમુક સામાયિક કરવાં એ પ્રમાણે નિયમ કરવો જોઇએ.
ફળ– આ વ્રતથી મોક્ષસુખની વાનગી રૂપ શાંતિનો-સમતાનો અનુભવ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન બને છે. અનેક પ્રકારના પૂર્વસંચિત પાપોનો નાશ થાય છે. મોક્ષમાર્ગની=જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થાય છે.
(૧૦) પૌષધોપવાસ વ્રત- પૌષધ એટલે પર્વતિથિ. અષ્ટમી આદિ પર્વતિથિએ ઉપવાસ કરવો તે પૌષધોપવાસ. આ પૌષધોપવાસ શબ્દનો માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે–આહાર, શરીરસત્કાર', અબ્રહ્મ અને ૧. સ્નાન કરવું, તેલ ચોળવું, સુગંધી પદાર્થોનું વિલેપન કરવું, વાળ ઓળવા વગેરે શરીરની વિભૂષા કરવી એ શરીર સત્કાર છે.