________________
૩૦૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૧૬ કાપડની મિલો તૈયાર થવી જોઇએ, વીજળી ઉત્પન્ન કરવી જોઈએ, વહાણો તૈયાર કરો, તમારી કન્યા વિવાહને યોગ્ય થઈ ગઈ છે માટે જલદી પરણાવી દો, વરસાદ સારો થયો છે માટે વાવણી શરૂ કરો... વગેરે સર્વ પ્રકારનો પાપકાર્યોનો ઉપદેશ પાપકર્મોપદેશ છે.
(૩) હિંસકાર્પણ– જે આપવાથી હિંસા થાય તેવી વસ્તુ અન્યને આપવી. દા.ત. હથિયાર, ઝેર, અગ્નિ વગેરે.
(૪) પ્રમાદાચરણ– કુતૂહલથી ગીત સાંભળવાં, નૃત્ય કે નાટકસિનેમાનું નિરીક્ષણ કરવું, વારંવાર કામશાસ્ત્રનું વાંચન કરવું, તળાવ આદિમાં સ્નાન કરવું, વૃક્ષની શાખા કે હિંડોળા વગેરે ઉપર હીંચકવું, કુકડા આદિ પ્રાણીઓને પરસ્પર લડાવવા, વનસ્પતિ ઉપર ચાલવું-ખૂંદવી, નિષ્કારણ પાંદડું, પુષ્પ, ડાળખી વગેરે છેદવું, સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા એ ચાર વિકથાઓ કરવી, તેલ આદિનાં વાસણ ઉઘાડાં રાખવાં, બીજો માર્ગ હોવા છતાં વનસ્પતિ કે નિગોદ ઉપર ચાલવું, દેડકાં આદિ જીવોને મારવા, નિષ્ફર અને મર્મ વચનો બોલવાં, ખડખડાટ પેટ ભરીને હસવું, નિંદા કરવી, કાર્ય પતી જવા છતાં સગડી, ચૂલો, બત્તી, નળ, પંખો વગેરે ચાલુ રાખવા, જોયા વિના છાણાં, લાકડાં, કોલસા, ધાન્ય, પાણી વગેરેનો ઉપયોગ કરવો, વ્યસનો સેવવાં, બોક્સીંગ, મલ્લયુદ્ધ વગેરે રમતો જોવી, કોમેન્ટ્રી સાંભળવી વગેરે પ્રમાદાચરણ છે.
૧. વિવેક વિના છાપું વાચનારાઓ નિરર્થક કેટલું અપધ્યાન કરે છે, અને છાપું વાંચીને ગમે
તેની પાસે ગમે તે રીતે છાપાની વાતો કરનારા કેટલા પાપકર્મોપદેશ કરે છે એ એના ઉપરથી
સમજી શકાય તેમ છે. ૨. દાક્ષિણ્યતાના કારણે પાપકર્મનો ઉપદેશ કરવાનો પ્રસંગ આવે અને હિંસા થાય તેવી વસ્તુ
આપવી પડે એ માટે નિયમમાં તેટલા પૂરતી છૂટ રાખવી પડતી હોય તો પણ બને ત્યાં સુધી
તે છૂટનો ઉપયોગ ન કરવો પડે એની કાળજી રાખવી જોઇએ. 3. द्यूतं च मांसं च सुरा च वेश्या, पापर्द्धिश्चोरी परदारसेवा ।
एतानि सप्तव्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રીસેવન - આ સાત વ્યસનો દારુણ નરકમાં લઈ જાય છે. આ સાત વ્યસનોની જેમ આજનાં રેડિયો, છાપું, નોવેલકથા, ટી.વી., સિનેમા, હોટલ અને ક્લબ એ સાત વ્યસનો પણ આત્માને દુર્ગતિના માર્ગે ઘસડી જાય છે.