________________
૩૦૫
અ) ૭ સૂ૦ ૧૬] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
આ વ્રતને દેશાવગાસિકવ્રત પણ કહેવામાં આવે છે. વર્તમાનમાં દેશાવગાસિક (કે દેશવિરતિ) વ્રતમાં ઓછામાં ઓછા એકાસણાના તપ સાથે દશ સામાયિક કરવાનો રિવાજ છે. સવાર સાંજ પ્રતિક્રમણમાં બે સામાયિક અને બીજા ૮ સામાયિક એ પ્રમાણે દશ સામાયિક થાય. આ વ્રત ગ્રહણ કરતી વખતે હું વર્ષમાં અમુક (પાંચ-દશ વગેરે) દેશાવગાસિક કરીશ એમ નિયમ કરવામાં આવે છે. પૂર્વે કહ્યું તેમ એક દિવસ દશ સામાયિક કરવાથી એક દેશાવગાસિક વ્રત થાય છે. આથી નિયમમાં જેટલાં દેશાવગાસિક ધાર્યા હોય તેટલા દિવસ દશ દશ સામાયિક કરવાથી આ વ્રતનું પાલન થાય છે.
(૮) અનર્થદંડવિરતિ વ્રત- અર્થ એટલે પ્રયોજન. જેનાથી આત્મા દંડાય=દુઃખ પામે તે દંડ. પાપસેવનથી આત્મા દંડાય છે–દુઃખ પામે છે માટે દંડ એટલે પાપસેવન. પ્રયોજનવશાતુ (=સકારણ) પાપનું સેવન તે અર્થદંડ. પ્રયોજન વિના નિષ્કારણ પાપનું સેવન તે અનર્થદંડ.
ગૃહસ્થને પોતાનો તથા સ્વજન આદિનો નિર્વાહ કરવો પડે છે. આથી ગૃહસ્થ પોતાના તથા સ્વજન આદિના નિર્વાહ માટે જે પાપસેવન કરે તે સપ્રયોજન(=સકારણ) હોવાથી અર્થદંડ છે. જ્યારે જેમાં પોતાના કે સ્વજનાદિના નિર્વાહનો પ્રશ્ન જ ન હોય તેવું પાપસેવન અનર્થદંડ છે. અર્થાત્ જેના વિના ગૃહસ્થાવાસ ન ચલાવી શકાય તે પાપસેવન અર્થદંડ અને જેના વિના ગૃહસ્થાવાસ ચાલી શકે તે પાપસેવન અનર્થદંડ છે.
અનર્થદંડના મુખ્ય ચાર ભેદો છે–(૧) અપધ્યાન (૨) પાપકર્મોપદેશ (૩) હિંસકાર્પણ (૪) પ્રમાદાચરણ. આ ચાર પાપો ન કરવામાં આવે તો ગૃહસ્થાવાસ ચલાવવામાં (નિર્વાહમાં) કોઈ જાતનો વાંધો ન આવે.
(૧) અપધ્યાન– અપધ્યાન એટલે દુર્ગાન-અશુભ વિચારો. શત્રુ મરી જાય તો સારું, શહેરના લોકો મરી જાય તો સારું, અમુક રાજાએ અમુક રાજાને જીત્યો તે સારું થયું, અમુક દેશના લોકો મારને જ યોગ્ય છે, હું રાજા બનું તો સારું, ઈત્યાદિ અશુભ વિચારો અપધ્યાન છે. આવા વિચારોથી પોતાના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. આવા વિચારોથી નિરર્થક પાપ બંધાય છે.
(૨) પાપકર્મોપદેશ– લડાઈ કરવી જોઈએ, મત્સ્યોદ્યોગનો ફેલાવો કરવો જોઇએ, વર્તમાન જમાનામાં કાપડની મિલો વિના ન ચાલે માટે