________________
૩૦૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૧૬ કરવો. પથારીવશ બની જવાય કે અન્ય માંદગી હોય તો આજે ઘરની કે હોસ્પિટલની બહાર ન જવું એવો નિયમ કરવો. મુંબઈ કે અમદાવાદ જેવા શહેરમાં કે નાના ગામડામાં રહેઠાણ હોય અને એ શહેરની કે ગામડાની બહાર જવાની કોઈ જ સંભાવના નથી કે જરૂર નથી તો આજે શહેર કે ગામથી બહાર ન જવું એ પ્રમાણે નિયમ ધારી શકાય.
ફળ– આ નિયમથી દિગ્વિરતિમાં જે હદ છૂટી હોય તેનો પણ સંકોચ થઇ જાય છે. આથી દિગ્વિરતિ વ્રતમાં જે લાભ થાય તે લાભ આ વ્રતમાં થાય છે. પણ દિગ્વિરતિ વ્રતની અપેક્ષાએ આ વ્રતમાં અધિક લાભ થાય છે.
અહીં દિગ્વિરતિ વ્રતનો સંક્ષેપ એ ઉપલક્ષણ હોવાથી વ્રતોનો (પાંચ અણુવ્રત, ભોગોપભોગપરિમાણ, અનર્થદંડ વિરતિ એ વ્રતોનો) પણ સંકોચ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. આથી ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રતમાં ધારેલા ચૌદ નિયમોનો પણ દરરોજ યથાશક્ય સંક્ષેપ કરવો જોઇએ. ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રતમાં ચૌદ નિયમ ધારણ કરવાનું વિધાન છે અને આ વ્રતમાં ધારેલા ચૌદ નિયમોનો દરરોજ સંક્ષેપ કરવાનું વિધાન છે. ચૌદ નિયમોમાં દિશાનો નિયમ પણ આવતો હોવાથી ચૌદ નિયમોના સંક્ષેપમાં દિશાનો સંક્ષેપ પણ આવી જાય છે.
પ્રશ્ન- સંબોધપ્રકરણ વગેરે ગ્રંથોમાં દેશાવગાસિક વ્રતમાં સર્વ વ્રતોનો સંક્ષેપ થાય છે એમ જણાવ્યું છે. જયારે અહીં (આ વિવેચનમાં) પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત એમ આઠ વ્રતોનો સંક્ષેપ કરવાનું વિધાન છે એવા ભાવનું જણાવ્યું છે તેનું શું કારણ?
ઉત્તર- ચાર શિક્ષાવ્રતોનો સંક્ષેપ ન થાય. કારણ કે તે આત્માને ઉપકારી છે. ચાર શિક્ષાવ્રતો શુભપ્રવૃત્તિરૂપ છે. (જો કે પરમાર્થથી સામાયિક આદિ પાપથી નિવૃત્તિરૂપ છે. પણ બાહ્ય દષ્ટિથી શુભ પ્રવૃત્તિ રૂપ પણ છે.) આથી તેનો સંકોચ ન થાય તથા ધર્મસંગ્રહમાં શ્રાદ્ધદિનકૃત્યની બે (૩૦૦૩૦૧) ગાથામાં સાક્ષી પૂર્વક આઠ વ્રતોનો સંક્ષેપ જણાવ્યો છે. સંબોધપ્રકરણ વગેરે ગ્રંથોમાં દેશાવગાસિકમાં સર્વ વ્રતોનો સંક્ષેપ થાય છે એમ સ્પષ્ટ હોવા છતાં અર્થોપત્તિથી આઠ વ્રતોનો સંક્ષેપ થાય.