________________
અ૦૭ સૂ૦૧૬] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૩૦૩ અગારી વતીને (પાંચ અણુવ્રતો ઉપરાંત) દિગ્વિરતિ, દેશવિરતિ, અનર્થદંડવિરતિ, સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ-પરિભોગપરિમાણ અને અતિથિ-સંવિભાગ એ સાત વ્રતો પણ હોય છે.
આ વ્રતોનું સ્વરૂપ તથા ફળ આ પ્રમાણે છે
(૬) દિગ્વિરતિ વ્રત- પૂર્વ આદિ દશ દિશામાં અમુક હદ સુધી જવું, તેની બહાર ન જવું એ પ્રમાણે દરેક દિશામાં ગમન પરિમાણનો નિયમ કરવો તે દિગ્વિતિ. દા.ત. કોઈપણ દિશામાં ૧૦૦૦ માઇલથી દૂર ન જવું અથવા કોઈ પણ દિશામાં ભારતથી બહાર ન જવું. અથવા અમુક અમુક દિશામાં અમુક અમુક દેશથી બહાર ન જવું. આમ ઇચ્છા મુજબ દિશા સંબંધી વિરતિ કરવી તે દિગ્વિતિ. આ વ્રતમાં દિશાનું પરિમાણ નક્કી થતું હોવાથી આ વતને દિક્પરિમાણ વ્રત પણ કહેવામાં આવે છે.
ફળ– દિગ્વિરતિ વ્રતનાં અનેક ફળો છે. તેમાં મુખ્ય બે ફળ છે(૧) હિંસા ઓછી થાય. ગૃહસ્થને લોખંડના બળતા ગોળ ગોળા જેવો કહ્યો છે. જેમ આ ગોળો જયાં જાય ત્યાં જીવોને હણે, તેમ શ્રાવક જેટલું વધારે ફરે તેટલી હિંસા વધે. માટે ગૃહસ્થ જેમ બને તેમ ઓછું ફરવુ જોઈએ. તેમાં પણ ચોમાસામાં અતિશય ઓછું ફરવું જોઈએ. જેથી હિંસાનું નિયમન થાય. (૨) લોભ મર્યાદિત બને છે. હદનું નિયમન થયા પછી તે હદમાં ગમે તેવો આર્થિક લાભ થવાનો હોય તો પણ ત્યાં ન જઈ શકાય. એટલે લોભને મર્યાદિત બનાવ્યા વિના આ નિયમ ન લઈ શકાય. લીધા પછી તેનું બરોબર પાલન કરવાથી લોભ અધિક અધિક ઘટતો જાય છે. અનેક પ્રકારના પ્રલોભનોની સામે ટકવાનું સાત્ત્વિક બળ મળે છે.
(૭) દેશવિરતિ (દેશાવગાસિક) વ્રત– દિગ્વિરતિ વ્રતમાં ગમનની જે હદ નક્કી કરી હોય તેમાં પણ દરરોજ યથાયોગ્ય અમુક દેશનો(Gભાગનો) સંક્ષેપ કરવો તે દેશવિરતિ. દેશ(=અમુક ભાગ) સંબંધી વિરતિ તે દેશવિરતિ. દા.ત. દરેક દિશામાં ૧૦૦૦ કિલોમીટરથી દૂર ન જવું એમ દિગ્વિરતિ વ્રતમાં નિયમ છે. તો આ વ્રતમાં દરરોજ જ્યાં જ્યાં જવાની જરૂર હોય કે સંભાવના હોય તેટલો જ દેશ છૂટો રાખી બાકીના દેશનો નિયમ ૧. પૂર્વાદિ ચાર દિશા, ચાર વિદિશા, ઉપર અને નીચે એમ કુલ દશ દિશા છે.