________________
૩૦૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૧૪-૧૫-૧૬
આત્મામાં વિકારો કરે છે. જ્યારે આત્મામાં ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરની આકૃતિ આદિથી દેખાય છે, માયા દેખાતી નથી. યદ્યપિ ક્યારેક ક્રોધાદિ પણ ગુપ્ત રહે છે, પણ તે માટે પ્રયત્ન કરવો પડે છે. જ્યારે માયા તો જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે વિના પ્રયત્ને ગુપ્ત જ રહે છે. ક્રોધ આદિમાં ગુપ્ત રહે અને વિકાર પેદા કરે એ બેમાંથી વિકાર કરે એ એક જ ધટે છે માટે એને શલ્ય રૂપ ન કહેતાં માયાને શલ્ય રૂપ કહી. (૧૩) વ્રતીના બે ભેદ–
અર્થનાg || ૭-૨૪ ॥
વ્રતીના અગારી અને અનગાર એમ મુખ્ય બે ભેદ છે.
અગાર એટલે ઘર=સંસાર. જે ઘરમાં=સંસારમાં રહીને (અણુ)વ્રતોનું પાલન કરે તે અગારી વ્રતી. જે ઘરનોસંસારનો ત્યાગ કરવા પૂર્વક (મહા)વ્રતોનું પાલન કરે તે અનગાર વ્રતી. અગારી વ્રતીને શ્રાવક, શ્રમણોપાસક, દેશવિરતિશ્રાવક વગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. અનગાર વ્રતીને શ્રમણ, મુનિ, સાધુ વગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. (૧૪) અગારી વ્રતીની વ્યાખ્યા— અણુવ્રતોરી ||૭-૧ ॥
જે વ્રતીને (એક બે વગેરે) અણુવ્રત હોય તે અગારી. અર્થાત્ અગારી વ્રતીને અણુવ્રતો હોય છે.
અગારીની આ વ્યાખ્યાથી અર્થાપત્તિથી સિદ્ધ થાય છે કે જેને મહાવ્રતો હોય તે અનગાર વ્રતી. અણુ=નાનાં અને મોટાં એમ બે પ્રકારનાં વ્રતો છે એમ અધ્યાય-૭, સૂત્ર-૨માં જણાવ્યું છે. વ્રતોના અણુ અને મહાન એ બે ભેદને લઇને વ્રતીના બે ભેદ છે. અણુવ્રતધારી સાધક અગારી છે અને મહાવ્રતધારી સાધક અનગાર છે. ગૃહસ્થાવાસમાં રહેલ વ્યક્તિને મહાવ્રતોનું પાલન અશક્ય હોવાથી તે અણુવ્રતોનું પાલન કરે છે. પાંચ અણુવ્રતોનું સ્વરૂપ સાતમા અધ્યાયના બીજા સૂત્રમાં જણાવવામાં આવ્યું છે. (૧૫)
ગુણવ્રત-શિક્ષાવ્રતોનો નિર્દેશ– વિ-વૈશા-નર્થવ્ઽવિત્તિ-સામાયિ-પૌષધોપવાસોપ
ભોગ-મોગરિમાળાઽતિથિસંવિમા વ્રતસમ્પન્નજ્જ ॥ ૭-૨૬ ॥