________________
૩૦૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૭ સૂ૦૧૩ પ્રસ્તુત પ્રશ્નનો ઉત્તર આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારવાનો છે. જેમ રોગી ન ગમવા છતાં કડવાં ઔષધોનું સેવન કરે છે, તેમ અહિંસા આદિ મહાવ્રતોના સાધક આત્માને દુનિયાના કોઈપણ પદાર્થ ઉપર આસક્તિ=મમત્વ -ભાવ ન હોવા છતાં મહાવ્રતોના પાલન માટે અમુક વસ્તુઓનો સ્વીકાર અને ઉપભોગ અનિવાર્ય બની જાય છે. મહાવ્રતોનું પાલન દેહને આધીન છે. દેહનું પોષણ આહાર, વસ્ત્ર, વસતિ આદિ વિના ન થઈ શકે. આહાર-પાણી પાત્ર વિના ન લઈ શકાય. આથી સાધક આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે ઈષ્ટ ન હોવા છતાં કેવળ શરીરના નિર્વાહ માટે ગ્રહણ કરે છે. તેમાં આસક્તિ ન હોવાથી તે સ્વીકાર પરિગ્રહની કોટિમાં આવી શકતો નથી. આથી જ તીર્થકરોએ સાધુઓને શરીરના નિર્વાહ માટે જરૂરી વસ્ત્ર આદિ સ્વીકારવાની અનુજ્ઞા આપી છે. પરંતુ તેમાં આસક્તિ ન જાગે તે માટે સાધકે સતત સાવધાન રહેવું જોઇએ. અન્યથા સંયમના ઉપકરણો અધિકરણ રૂપ બની જાય અને પરિગ્રહની કોટિમાં આવી જાય.
આમ મહાવ્રતોના પાલન માટે પોતાની કક્ષા પ્રમાણે વસ્ત્ર આદિનો સ્વીકાર કરવામાં જરાય દોષ નથી. બલ્બ નહિ સ્વીકારવામાં અનેક દોષો છે. (૧) પાત્રના અભાવે હાથમાં ભોજન કરતાં નીચે પડે તો કીડી આદિ જીવો એકઠા થાય અને પગ આદિથી મરી જાય. (૨) બાળ, ગ્લાન, વૃદ્ધ અને લાભાંતરાય કર્મના ઉદયવાળા મુનિ વગેરેની ભક્તિ ન કરી શકાય. આથી તેઓ સંયમમાં સદાય. (૩) કામળી આદિ ન રાખવાથી કાળના કે વરસાદના સમયમાં અષ્કાયના જીવોની રક્ષા ન થઇ શકે. (૪) શિયાળામાં ઠંડી સહન ન થવાથી ઘાસ કે અગ્નિ આદિની અપેક્ષા રહે. તે ન મળે તો પ્રાયઃ અસમાધિ પણ થાય. પરિણામે કદાચ વ્રતોનો ભંગ પણ થાય. (૫) ચોલપટ્ટો આદિ ન રાખવાથી લોકમાં જૈનશાસનની હલના થાય. એથી અજ્ઞાન જીવો બોધિદુર્લભ બની જાય. એમાં નિમિત્ત સાધુ બનવાથી સાધુને અશુભ કર્મોનો બંધ થાય. આમ પોતાની કક્ષા પ્રમાણે પાત્ર આદિ ન રાખવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. (૧૨)
વતીની વ્યાખ્યા નિઃશન્યો વ્રતી | ૭-૧૩ .