________________
૨૯૯
અ૦ ૭ સૂ૦૧૨] શ્રીક્વાથધિગમસૂત્ર
પરિગ્રહની વ્યાખ્યા મૂછ પuિ | ૭-૧૨ છે. જડ કે ચેતન વસ્તુ ઉપર મૂચ્છ=આસક્તિ પરિગ્રહ છે.
સામાન્યથી પરિગ્રહનો અર્થ સ્વીકાર થાય છે. પણ અહીં કેવળ સ્વીકાર અર્થ નથી. કિન્તુ જેનાથી આત્મા સંસારમાં જકડાય તે પરિગ્રહ એવો અર્થ છે. આત્મા આસક્તિથી=મૂછથી સંસારમાં જકડાય છે. માટે આસક્તિ-મૂચ્છ પરિગ્રહ છે. આથી વસ્તુનો સ્વીકાર કરવા છતાં તેના વિષે આસક્તિ ન હોય તો વસ્તુનો સ્વીકાર પરિગ્રહ રૂપ બનતો નથી. વસ્તુનો સ્વીકાર ન કરવા છતાં જો તેમાં આસક્તિ હોય તો તે પરિગ્રહ છે. જો એમ ન હોય તો ભિખારીને પણ નિષ્પરિગ્રહી=પરિગ્રહ રહિત કહેવો જોઈએ. આમ આસક્તિ વિના=ઈચ્છા વિના વસ્તુનો સ્વીકાર યા ઉપભોગ એ પરિગ્રહ નથી, તથા આસક્તિ=ઈચ્છા હોય તો વસ્તુ ન મળવા છતાં-ન ભોગવવાં છતાં પરિગ્રહ છે.
પ્રશ્ન- ઈષ્ટ વસ્તુમાં આસક્તિ હોવા છતાં પુણ્યના અભાવે તે વસ્તુ ન મેળવી શકે એ બરોબર છે. પણ અનિષ્ટ વસ્તુમાં આસક્તિ ન હોવા છતાં=ઈચ્છા ન હોવા છતાં તે વસ્તુને સ્વીકારે તે વસ્તુનો ઉપભોગ કરે એ કેમ બને? વસ્તુનો સ્વીકાર=વસ્તુનો ઉપભોગ જ કહી આપે છે કે એને એ વસ્તુ ઈષ્ટ છે. જો અનિષ્ટ હોય તો તેનો સ્વીકાર=ઉપભોગ કેમ કરે ? કાંટો અનિષ્ટ છે તો તેનાથી દૂર રહે છે.
ઉત્તર– શું રોગી કડવાં ઔષધો પીએ છે તે તેને ગમે છે માટે પીએ છે? રોગીને કડવાં ઔષધો ન ગમવા છતાં પીએ છે. કારણ કે તે વિના એ નિરોગી થઈ શકે તેમ નથી. કેટલીક વખત ઈષ્ટને મેળવવા અનિષ્ટનું સેવન કરવું પડે છે. રોગીને આરોગ્ય ઇષ્ટ છે. પણ તે અનિષ્ટ કડવી ઔષધિના સેવન વિના પ્રાપ્ત થઈ શકે તેમ ન હોવાથી રોગી અનિચ્છાએ પણ તેનું સેવન કરે છે. જેમ વસ્તુ ઈષ્ટ હોવા છતાં પુણ્યના અભાવે મળતી નથી, તેમ વસ્તુ અનિષ્ટ હોવા છતાં પુણ્યના અભાવે અવશ્ય સ્વીકારવી પડે છે. આથી આસક્તિ ન હોવા છતાં=ગમતું ન હોવા છતાં વસ્તુનો સ્વીકાર અને ઉપભોગ કરવો પડે છે. કાંટાથી દૂર ભાગનાર માણસ પણ જયારે કાંટો વાગે છે ત્યારે તે કાંટો કાઢવા શું બીજા કાંટાને શોધતો નથી ?