________________
૨૯૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૧૧ મૈથુન એ અબ્રહ્મ છે.
મિથુન શબ્દ ઉપરથી મૈથુન શબ્દ બન્યો છે. મિથુન એટલે જોડલું. મિથુનની જોડલાની જે ક્રિયા તે મૈથુન એવો મૈથુન શબ્દનો અર્થ છે. પણ અહીં આપણે મૈથુન શબ્દનો શબ્દાર્થ નહિ, કિન્તુ ભાવાર્થ લેવાનો છે. વેદોદયથી પુરુષ-સ્ત્રીના સંયોગથી થતી કામચેષ્ટા મૈથુન છે. પુરુષ-સ્ત્રીના સંયોગથી થતી કામચેષ્ટા રૂપ મૈથુન અબ્રહ્મ છે.
જેમ પુરુષ અને સ્ત્રીને સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે, તેમ પુરુષને અન્ય પુરુષના કે સ્વહસ્તાદિના સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે. તે પ્રમાણે સ્ત્રીને પણ હસ્તાદિના સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે. એટલે મૈથુન શબ્દનો ફલિતાર્થ કામચેષ્ટા છે. કોઈ પણ પ્રકારની કામચેષ્ટા એ મૈથુન છે.
જેના પાલનથી અહિંસાદિ આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ થાય તે બ્રહ્મ. જેના સેવનથી અહિંસા આદિ આધ્યાત્મિક ગુણોનો હ્રાસ કે નાશ થાય તે અબ્રહ્મ. કોઈ પણ પ્રકારની કામચેષ્ટા રૂપ મૈથુનના સેવનથી અહિંસાદિ ગુણોનો નાશ થાય છે. માટે કામચેષ્ટા અબ્રહ્મ છે. મૈથુનની નિવૃત્તિથી આધ્યાત્મિક અહિંસાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. માટે મૈથુનની નિવૃત્તિ એ બ્રહ્મ છે. બ્રહ્મનું પાલન તે બ્રહ્મચર્ય.
બ્રહ્મચર્યના પાલનથી આધ્યાત્મિક દૃષ્ટિએ તો લાભ છે જ. વધારામાં ઐહિક-લૌકિક દૃષ્ટિએ પણ ઘણો લાભ છે. બ્રહ્મચર્યથી વીર્યરક્ષા, શરીરબળ, રોગનો અભાવ, કાંતિ, પ્રતાપ, ઉત્સાહ આદિ અનેક લાભો થાય છે. (૧૧)
૧. અહી વેદના ઉદયથી થતી કોઈ પણ કામચેષ્ટા મૈથુન છે એમ જે કહેવામાં આવ્યું છે તે
સ્થૂલદષ્ટિએ છે. સૂક્ષ્મદષ્ટિથી તો શબ્દાદિ કોઈ પણ વિષયના સુખની ક્રિયા મૈથુન છે. કારણ કે બ્રહ્મ એટલે આત્મા, વાળ વરdi Aવર્ધન બ્રહ્મમાં=આત્મામાં રમણતા કરવી એ બ્રહ્મચર્ય છે. આ દષ્ટિએ રાગ-દ્વેષથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયોનું સેવન પણ અબ્રહ્મ=મૈથુન છે. આથી જ સાધુઓના પાક્ષિક સૂત્રમાં કહ્યું છે કેसहा रूवा रसा गंधा फासाणं पवियारणा । मेहुणस्स वेरमणे एस वुत्ते अइकुम्मे ॥ રાગ-દ્વેષ પૂર્વક શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું સેવન એ મૈથુનવિરમણવ્રતમાં દોષરૂપ છે.