________________
અ) ૭ સૂ૦ ૧૧] શ્રીતQાથિિધગમસૂત્ર
૨૯૭ (૨) જીવ અદત્ત-માલિકે રજા આપી હોય તો પણ જો તે વસ્તુ સચિત્ત ( જીવ યુક્ત) હોય તો ગ્રહણ ન કરી શકાય. તે વસ્તુનો માલિક તેમાં રહેલ જીવ છે. તે વસ્તુ તેમાં રહેલા જીવની કાયા છે. કોઇપણ જીવને કાયાની પીડા ગમતી નથી. સચિત્ત વસ્તુ ગ્રહણ કરવાથી પીડા, કાયાનો નાશ આદિ થાય છે. આથી તેણે(=વસ્તુમાં રહેલા જીવે) એ વસ્તુ ભોગવવાનો અધિકાર(રજા) કોઇને પણ આપ્યો નથી. માટે મહાવ્રતના સાધકે માલિકે રજા આપી હોવા છતાં સચિત્ત વસ્તુનું ગ્રહણ નહિ કરવું જોઈએ. અન્યથા જીવ અદત્ત દોષ લાગે.
(૩) તીર્થકર અદત્ત-વસ્તુ અચિત્ત હોય અને માલિકે રજા આપી હોય તો પણ સાધકે વિચારવું જોઈએ કે આ વસ્તુ લેવા તીર્થંકર (શાસ્ત્ર)ની આજ્ઞા છે કે નહિ? તીર્થકરની આજ્ઞા ન હોય અને લે તો તીર્થકર અદત્ત દોષ લાગે. જેમ કે સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણીનું ગ્રહણ. દાતા ભક્તિથી સાધુને આહાર-પાણી આપતો હોય, તે આહાર-પાણી અચિત્ત હોય, છતાં જો તે સાધુ માટે તૈયાર કરેલાં હોય તો સાધુથી (નિષ્કારણ) ન લેવાય. જો લે તો તીર્થકર અદત્ત દોષ લાગે. કારણ કે તીર્થકરોએ સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણી (નિષ્કારણ) લેવાનો નિષેધ કર્યો છે.
(૪) ગુરુ અદત્ત- સ્વામીની અનુજ્ઞા હોય, વસ્તુ અચિત્ત હોય, તીર્થકરની પણ અનુજ્ઞા હોય, છતાં જો ગુરુની અનુજ્ઞા લીધા વિના વસ્તુ ગ્રહણ કરે તો ગુરુ અદત્ત દોષ લાગે. જેમ કે ગુરુની અનુજ્ઞા વિના નિર્દોષ આહાર-પાણીનું ગ્રહણ. નિર્દોષ પણ આહાર-પાણી લેતાં પહેલાં ગુરુની અનુજ્ઞા અવશ્ય લેવી જોઈએ. દાતા ભક્તિથી આપે છે એટલે સ્વામી અદત્ત નથી. અચિત્ત હોવાથી જીવ અદત્ત નથી. શાસ્ત્રાજ્ઞા હોવાથી તીર્થકર અદત્ત પણ નથી. છતાં જો ગુરુની અનુજ્ઞા વિના લાવેલાં હોય તો ગુરુ અદત્ત છે. આથી સાધકે જે વસ્તુ લેવાની તીર્થકરોએ અનુજ્ઞા આપી હોય તે વસ્તુ લેવા માટે પણ ગુરુની અનુજ્ઞા અવશ્ય મેળવવી જોઇએ.
આ પ્રમાણે અસ્તેય મહાવ્રતના પાલન માટે આ ચારે પ્રકારે અદત્ત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. (૧૦)
અબ્રહ્મની વ્યાખ્યામૈથુનવણી || ૭-૧૨ |