________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
હિંસાનું કારણ સત્ય વચન પણ અસત્ય છે—
પાંચ વ્રતોમાં અહિંસા મુખ્ય વ્રત છે. બીજાં વ્રતો તેના રક્ષણ માટે છે. એટલે અસત્ય આદિ વ્રતોનું બાહ્ય દૃષ્ટિએ પાલન થવા છતાં જો તેનાથી અહિંસાવ્રતનું પાલન ન થતું હોય તો એ વાસ્તવિક પાલન જ નથી. આથી બાહ્ય દૃષ્ટિએ વચન સત્ય હોવા છતાં જો તેનાથી હિંસા થતી હોય તો તે વચન વાસ્તવિક રીતે અસત્ય જ છે. સાધુએ રસ્તામાં હરણને જતું જોયું. કોઇ શિકારી સામે મળતાં હરણ કઇ દિશામાં ગયું છે એમ પૂછ્યું. સાધુએ હરણના જવાની દિશા બતાવી. અહીં બાહ્યદૃષ્ટિએ સાધુનું વચન અસત્ય નથી. પણ તે વચનથી શિકારી તે દિશામાં જઇને હરણનો શિકાર કરે એટલે પરિણામે હિંસા ઉત્પન્ન થાય. આથી આ વચન અસત્ય છે. એ પ્રમાણે મૂર્ખને મૂર્ખ કહેવો, કાણાને કાણો કહેવો વગેરે સત્ય પણ અસત્ય જ છે. કારણ કે તેનાથી પ્રાણવિયોગ રૂપ હિંસા ન થવા છતાં દુઃખાનુભવ રૂપ હિંસા અવશ્ય થાય છે. વાસ્તવિક હિંસા પણ એ જ છે. આ આપણે ગયા સૂત્રમાં વિચારી ગયા છીએ. કઠોરતા, પૈશુન્ય, ગાળ આદિથી યુક્ત વચનો અસત્ય વચનો છે. આવા વચનો કોઇને સાંભળવાં ગમતાં ન હોવાથી સાંભળીને દુ:ખ થાય છે. (૯)
ચોરીની વ્યાખ્યા–
૨૯૬
[અ૦ ૭ સૂ૦ ૧૦
અત્તાવાનું સ્તેયમ્ ॥ ૭-૨૦ ||
પ્રમાદથી અન્યની નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે સ્તેયચોરી છે. અદત્ત એટલે નહિ આપેલ આદાન એટલે ગ્રહણ કરવું. માલિકે નહિ આપેલી વસ્તુ લેવી તે અદત્તાદાન. અદત્તાદાન એ ચોરી છે. અદત્તાદાનના સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત એમ ચાર ભેદ છે. સાધક જો સ્વામી આદિ ચારેની રજા વિના કોઇ પણ વસ્તુ ગ્રહણ કરે તો ત્રીજા મહાવ્રતમાં સ્ખલના થાય.
(૧) સ્વામી અદત્ત— જે વસ્તુનો જે માલિક હોય તે વસ્તુનો તે સ્વામી છે. વસ્તુના માલિકની રજા વિના વસ્તુ લે તો સ્વામી અદત્ત દોષ લાગે. આથી મહાવ્રતના સાધકે તૃણ જેવી પણ વસ્તુ ગ્રહણ કરતાં પહેલાં તેના માલિકની રજા લેવી જોઇએ.