________________
અ૦ ૭ સૂ૦ ૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૯૫
(૨) અભૂતોદ્ભાવન– જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તે વસ્તુનું તે રૂપે જે પ્રતિપાદન કરવું. જેમ કે—આત્મા સર્વવ્યાપી છે, આત્મા અંગુષ્ઠના પર્વ પ્રમાણ છે, સૂર્ય જેવો તેજસ્વી છે, નિષ્ક્રિય છે વગેરે.
(૩) અર્થાતર– જે વસ્તુ જે ન હોય તે વસ્તુને તે વસ્તુ કહેવી. જેમ કે ગાયને ઘોડો કહેવો, ઘોડાને ગાય કહેવી વગેરે.
(૪) ગા— શાસ્ત્રનિષિદ્ધ વાણી બોલવી તે ગાઁ. ગર્હાના પાપપ્રવર્તિકા, અપ્રિયા અને આક્રોશવતી એમ ત્રણ પ્રકાર છે. ખેતર ખેડો વગેરે પ્રકારની વાણી પાપપ્રવર્તિકા ગહ્યું છે. કાણાને કાણો કહેવો વગેરે અપ્રિયા ગાઁ છે. ‘તું કુલટાપુત્ર છે’ ઇત્યાદિ વાણી આક્રોશવતી ગર્હા છે અથવા નીચે પ્રમાણે પણ અર્થ કરી શકાય—
(૧) ભૂતનિહ્નવ–ભૂત એટલે બનેલ. નિર્ભવ એટલે છુપાવવું=અપલાપ ક૨વો. બની ગયેલ વસ્તુસ્થિતિનો અપલાપ કરવો તે ભૂતનિર્ભવ રૂપ અસત્ય છે. દા.ત. કોઇએ પોતાને અમુક રકમ થોડા સમય માટે આપી હોય, મુદત પૂરી થતાં તે લેવા આવે ત્યારે નથી આપી એમ કહેવું, અથવા પાસે પૈસા હોવા છતાં માગનારને હમણાં મારી પાસે નથી એમ કહેવું.
(૨) અભૂતોદ્ભાવન– અભૂત એટલે નહિ બનેલું. ઉદ્ભાવન એટલે ઉત્પન્ન કરવું. નહિ બનેલી વસ્તુસ્થિતિને ઉત્પન્ન કરવી એ અભૂતોદ્ભાવન રૂપ અસત્ય છે. દા.ત. અન્ય કોઇ વ્યક્તિએ પોતાની પાસેથી અમુક વસ્તુ ન લીધી હોવા છતાં તે વ્યક્તિને તેં મારી પાસેથી અમુક વસ્તુ લીધી છે એમ કહેવું.
(૩) અર્થાતર– અર્થાત૨ એટલે ફેરફાર. વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે=ફેરફાર કરીને કહેવું તે અર્થાતર અસત્ય. અન્યને ૫૦૦ રૂપિયા આપ્યા હોય પણ થોડા સમય પછી ૬૦૦ રૂપિયા આપ્યા હતા એમ કહેવું. નકલી વસ્તુને અસલી અને અસલી વસ્તુને નકલી કહેવી. જૂનાને નવો અને નવાને જૂનો માલ કહેવો. રૂપિયાની કિંમતના માલનો ગ્રાહક પાસે સવા રૂપિયો ભાવ કહેવો. આમ થોડા ફેરફાર સાથે જે બોલવામાં આવે તે અર્થાંતર અસત્ય છે.
(૪) ગર્હા— સત્ય બોલવા છતાં હિંસા, કઠોરતા વગેરેથી યુક્ત વચન બોલવું તે ગઈ રૂપ અસત્ય છે. દા.ત. તું કુલટા પુત્ર છે એમ કહેવું.