________________
૨૮૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૬ કરુણાને યોગ્ય જીવોને ઔષધ, અન્નપાન વગેરે આપીને ઉભય પ્રકારની કરુણાને યોગ્ય જીવોને ઉપદેશ તથા ઔષધાદિ એ બંને આપીને (પોતાની શક્તિ પ્રમાણે) તેમના ઉપર કરુણા કરવી જોઈએ.
અથવા બીજી રીતે દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે કરુણા છે. દુઃખીને જોઇને હૃદયમાં ઉત્પન્ન થતી દયા એ ભાવકરુણા અને તેનું દુઃખ દૂર કરવા માટે યોગ્ય પ્રયત્ન એ દ્રવ્યકરુણા છે. અહીં સાધુઓ માટે તો મુખ્યતયા ભાવ કરુણાનું વિધાન છે. ગૃહસ્થોએ યથાયોગ્ય બંને પ્રકારની કરુણા કરવી જોઇએ. શક્તિ અને સંયોગ હોવા છતાં કેવળ ભાવકરુણા કરનાર ગૃહસ્થની ભાવકણા પોકળ છે.
(૪) માધ્યસ્થભાવના– માધ્યચ્ય, ઉપેક્ષા, સમભાવ વગેરે શબ્દોનો એક અર્થ છે. ઉપદેશને અયોગ્ય અવિનીત પ્રાણી પ્રત્યે સમભાવ (રાગદ્વેષના ત્યાગ) પૂર્વક (એને સમજાવવા કે સુધારવા માટે) ઉપદેશ આપવાનો ત્યાગ કરવો એ માધ્યચ્ય ભાવના છે. જે પ્રાણી અવિનીત હોવાથી હિતોપદેશ સાંભળે નહિ, કદાચ સાંભળે તો પણ એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે, શક્ય હોવા છતાં ઉપદેશને આંશિક પણ અમલમાં ન મૂકે, એવા પ્રાણી પ્રત્યે ઉપેક્ષા ભાવના ભાવવી, એટલે કે તેના પ્રત્યે જરા પણ દ્વેષ લાવ્યા વિના ઉપદેશ આપવાનું છોડી દેવું જોઈએ. જો એવા પ્રાણી પ્રત્યે માધ્યચ્ય ભાવના ન રાખવામાં આવે તો સાધકનો હિતોપદેશનો પ્રયત્ન નિષ્ફળ બને છે, અને સાધકના મનમાં કદાચ તેના પ્રત્યે દ્વેષવૃત્તિ જાગે એ પણ સંભવિત છે. આગળ વધીને એક બીજાને ક્લેશ-કંકાસ અને વૈમનસ્ય પણ ઉત્પન્ન થાય. આથી સાધકે દીર્ઘ વિચાર કરીને ઉપેક્ષા ભાવનાને યોગ્ય જીવ ઉપર ઉપેક્ષા ભાવનાનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. અન્યથા બંનેને આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દષ્ટિએ નુકસાન થવાનો સંભવ છે. આ ભાવનાથી અવિનીત આદિ પ્રત્યે દ્વેષભાવ થતો નથી એ મોટો લાભ છે. મૈત્રી આદિ ચારે ભાવના શુભ છે. એટલે ઉપેક્ષા ભાવના પણ શુભ છે. આથી યોગ્ય સ્થાને ઉપેક્ષા ભાવનાના પ્રયોગથી નુકસાન જરાય નથી. બબ્બે (નવો કર્મબંધ ન થાય, નિર્જરા થાય વગેરે) લાભ થાય છે. આથી સાધકે યોગ્ય સ્થાને ઉપેક્ષાનું સેવન કરવું જરૂરી છે. સાથે સાથે એ પણ જરૂરી છે કે આ જીવ