________________
અ૦ ૭ સૂ૦ ૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૮૭
આદિથી અધિક=મહાન(ઉત્તમ)મહાત્માઓને વંદન, સ્તુતિ, પ્રશંસા, વેયાવચ્ચ આદિ કરવાથી પ્રમોદની=માનસિક હર્ષની અભિવ્યક્તિ થાય છે. પ્રમોદભાવના યુક્ત જીવ જ્ઞાનાદિ ગુણોથી અધિક=ઉત્તમ ગુણીઓને જોઇને આનંદ પામે છે અને પોતાના એ આનંદને શક્તિ કે સંયોગો પ્રમાણે યથાયોગ્ય વંદનાદિ કરીને વ્યક્ત કરે છે. જો ગુણથી અધિકને=મહાનને જોઇને કે સાંભળીને આનંદ ન થાય તથા યથાયોગ્ય વંદનાદિ કરવાનું મન ન થાય તો સમજવું કે હજી પ્રમોદભાવના આવી નથી. પ્રમોદભાવનાના અભાવે અન્યના ગુણોના દર્શનથી કે શ્રવણથી સાધકનું હૃદય ઇર્ષ્યા, અસૂયા કે માત્સર્ય રૂપ અગ્નિથી સળગી ઉઠે છે. પરિણામે હિંસા, અસત્ય આદિ અનેક પાપો પણ પેદા થવાની શક્યતા છે. આથી સાધકે પોતાના હૃદયને પ્રમોદ ભાવનાથી પૂર્ણ રાખવું જોઇએ. પ્રમોદભાવના આત્મામાં રહેલા ગુણોને પ્રગટાવવા અમોધ ઉપાય છે. સાધકમાં ગુણો ઓછા હોય એ ચાલી શકે, પણ પ્રમોદ ભાવના વિના ન ચાલી શકે. પ્રમોદભાવના વિના પોતાનામાં રહેલા ગુણોની પણ કોઇ કિંમત નથી.
(૩) કરુણાભાવના– કરુણા એટલે દુઃખીને જોઇને તેના પ્રત્યે દયાના પરિણામ. કરુણા, દયા, અનુકંપા, કૃપા, અનુગ્રહ વગેરે શબ્દોનો એક (કરુણા) અર્થ છે. કરુણાને યોગ્ય જીવો બે પ્રકારના હોવાથી કરુણાના બે પ્રકાર છે—દ્રવ્ય કરુણા અને ભાવ કરુણા. રોગ આદિ બાહ્ય દુઃખોથી ઘેરાયેલા જીવોને જોઇને ઉત્પન્ન થતી કરુણા દ્રવ્ય કરુણા છે. અજ્ઞાનતા આદિ અત્યંતર દુઃખોથી ઘેરાયેલા જીવોને જોઇને ઉત્પન્ન થતી કરુણા ભાવ કરુણા છે. ભાવ કરુણાને યોગ્ય જીવોને યોગ્યતા પ્રમાણે મોક્ષ આદિનો ઉપદેશ આપીને, દ્રવ્ય
નથી. એટલે જો ગુણાધિક શબ્દનો પોતાનાથી ગુણથી અધિક એવો અર્થ કરવામાં આવે તો આચાર્યને ઉપાધ્યાય વગેરે પ્રત્યે પ્રમોદભાવ રાખવાનું રહેતું નથી. પણ તે બરોબર નથી. આચાર્ય વગેરે દરેક સાધકે પોતાનાથી લઘુ પણ ગુણથી અધિક ગુણી પ્રત્યે પણ પ્રમોદ ભાવ રાખવો જોઇએ. આથી ગુણાષિક શબ્દનો ગુણથી અધિક=મહાન (ઉત્તમ) એવો અર્થ કવો વધારે સંગત છે.
૧. રસવત્તા વતસો વ્યારોપ ર્ષ્યા । મુનેપુ ોષડડવિરામમૂ| || શ્રી સિ.કે.શ. ૨-૨-૨૭ સૂ.ની બૃહવૃત્તિ. પરની (બાહ્ય-અત્યંત૨) સંપત્તિ જોઇને ઉત્પન્ન થતો ચિત્તનો રોષ=બળતરા ઇર્ષ્યા છે. બીજાના ગુણોને દોષરૂપે કહેવા એ અસૂયા છે.