________________
અ) ૭ સૂ૦ ૪] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૮૩ હોય છે. અમુક જાતિની સ્ત્રીઓ અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરે છે ઈત્યાદિ. (૩) મનોહર ઇન્દ્રિય અવલોકન વર્જન- રાગથી સ્ત્રીઓની ઇન્દ્રિયો કે અન્ય અંગોપાંગ તરફ દષ્ટિ પણ નહિ કરવી જોઇએ. અચાનક દૃષ્ટિ પડી જાય તો તુરત પાછી ખેંચી લેવી જોઈએ. (૪) પૂર્વક્રીડા સ્મરણ વર્જન- પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલ કામક્રીડાઓનું સ્મરણ નહિ કરવું જોઇએ. (૫) પ્રણીતરસ ભોજન વર્જન– પ્રણીતરસવાળા આહારનો ત્યાગ કરવો જોઈએ. દૂધ, દહીં, ઘી, માખણ વગેરે સ્નિગ્ધ અને મધુર રસવાળો આહાર પ્રણીત આહાર છે.
(૫) પાંચમા મહાવ્રતની ભાવનાઓ
(૧ થી ૫) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયો મનોજ્ઞ (=ઈષ્ટ) હોય તો તેમાં રાગ નહિ કરવો જોઇએ, અમનોજ્ઞ (=અનિષ્ટ) હોય તો તેમાં દ્વેષ નહિ કરવો જોઇએ. સ્પર્શ આદિ દરેકની એક એક ભાવના હોવાથી પાંચ વિષયોની પાંચ ભાવનાઓ છે.
અહીં જે જે મહાવ્રતોની જે જે ભાવનાઓ બતાવવામાં આવી છે તેનું બરોબર પાલન કરવાથી મહાવ્રતોનું પાલન શુદ્ધ=નિરતિચાર થાય છે. અન્યથા અતિચારો લાગે કે મહાવ્રતોનો ભંગ થાય. (૩)
મહાવ્રતોને સ્થિર કરવા સર્વ વ્રતો માટે સર્વ સામાન્ય પ્રથમ ભાવના हिंसादिष्विहामत्र चापायावद्यदर्शनम् ॥ ७-४ ॥
હિંસાદિ પાપોથી આ લોકમાં અપાયની (=અનર્થની) પરંપરા અને પરલોકમાં અવધનો (=પાપનો) કરુણ વિપાક ભોગવવો પડે છે એ પ્રમાણે વિચારણા કરવી.
આ લોકમાં અપાય- (૧) હિંસામાં પ્રવૃત્ત પ્રાણી સદા પોતે ઉદ્વિગ્ન રહે છે અને અન્યને ઉદ્વેગ કરાવે છે. અન્ય પ્રાણી પ્રત્યે વેરની પરંપરા ખડી થાય છે. વધ, બંધ વગેરે અનેક પ્રકારના લેશો પામે છે. ટાઢ-તડકો વગેરે કષ્ટો સહન કરવો પડે છે. (૨) અસત્યવાદી લોકમાં અવિશ્વનીય અને અપ્રિય બને છે. જિલ્લાછેદ વગેરે કષ્ટો પામે છે. જેની પાસે ખોટું બોલે છે તેની સાથે વૈર-દુશ્મનાવટ થાય છે. આથી અવસરે તેને કોઈ પણ સહાયતા મળતી નથી. (૩) ચોરી કરનાર જીવ અનેકને દુઃખી-ઉદ્વિગ્ન કરે છે. પોતાને સદા