________________
૨૮૨
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૩ વિચાર કર્યા વિના બોલવું વગેરે પાંચ અસત્યનાં કારણો છે માટે, તેમનો ત્યાગ કરવો જોઇએ.
(૩) ત્રીજા મહાવ્રતની ભાવનાઓ
(૧) અનુવીચિ અવગ્રહ યાચના– અનુવીચિ એટલે વિચાર. અવગ્રહ એટલે રહેવા માટેની જગ્યા. યાચના એટલે માગણી સાધુઓએ જે સ્થાને વાસ કરવો હોય તે સ્થાનનો જે માલિક હોય તેની કેટલી જગ્યા જોઇશે ઇત્યાદિ) વિચારપૂર્વક રજા લઈને જ તે સ્થાનમાં વાસ કરવો જોઈએ. અન્યથા અદત્તાદાનનો દોષ લાગે. ઇન્દ્ર, ચક્રવર્તી, માંડલિક રાજા, ગૃહસ્વામી અને સાધર્મિક (પોતાની પહેલાં ત્યાં રહેલા સાધુઓ) એમ પાંચ પ્રકારના સ્વામી છે. (૨) વારંવાર અવગ્રહ યાચના- સામાન્યથી અવગ્રહની યાચના કરવા છતાં રોગ આદિની અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ કરવો પડે તો જ્યારે જયારે જે જે જગ્યાનો જે જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે તે તે રીતે ઉપયોગ કરવાની યાચના કરવી જોઇએ. (૩) અવગ્રહ અવધારણ– અવગ્રહની માગણી કરતી વખતે કેટલી જગ્યાની જરૂર છે તેનો નિર્ણય કરી જરૂર જેટલી જગ્યા માગીને તેટલી જ જગ્યાનો ઉપયોગ કરવો. (૪) સમાન ધાર્મિક અવગ્રહ યાચના- સાધુઓના સમાન ધાર્મિક સાધુઓ છે. જે સ્થળે પૂર્વે આવેલા સાધુઓ ઊતરેલા હોય તે સ્થળે ઊતરવું હોય તો પૂર્વે ઊતરેલા સાધુઓની અનુજ્ઞા લેવી જોઈએ. (૫) અનુજ્ઞાપિતપાન-ભોજનગુરુની આજ્ઞા લઈને ભોજન-પાણી લેવા જવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી ભોજન-પાણી લઈ આવ્યા બાદ ગુરુને બતાવીને ગુરુની અનુજ્ઞા લઈને ભોજન-પાણી વાપરવા જોઈએ. અન્યથા ગુરુ અદત્તાદાન વગેરે દોષો લાગે.
(૪) ચોથા મહાવ્રતની ભાવનાઓ
(૧) સ્ત્રી-પશુ-પંડક સંસ્તવવસતિ વર્જન-જ્યાં સ્ત્રીઓનું ગમનાગમન વધારે હોય, જયાં પશુઓ અધિક પ્રમાણમાં હોય, જ્યાં નપુંસકો રહેતા હોય, તેવી વસતિનો(=સ્થાનનો) ત્યાગ કરવો જોઇએ. (૨) રાગ સંયુક્ત સ્ત્રીકથા વર્જન– રાગથી સ્ત્રીઓની કથા નહિ કરવી જોઇએ. દા.ત. અમુક દેશની સ્ત્રીઓ અતિશય રૂપાળી હોય છે. અમુક દેશની સ્ત્રીઓનો કંઠ અધિક મધુર