________________
૨૭૭
અ) ૭ સૂ૦ ૨] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર આવે તો નિરપેક્ષપણે ન મારવું, એટલે કે ગુસ્સે થઈને તેના પ્રાણની દરકાર કર્યા વિના નિર્દયતાથી ન મારવું. બહારથી ગુસ્સો બતાવવો પડે કે મારવું પડે તો પણ હૃદયમાં તો ક્ષમા જ ધારણ કરવી. હિંસાના પ્રકારો
હિંસા સ્થાવર(સૂક્ષ્મ) ત્રસ(સ્થૂલ) (૫૦)
આરંભજન્ય સંકલ્પજ (૨૫) અપરાધી નિરપરાધી(૧૨ા)
સાપેક્ષ નિરપેક્ષ(દા)
આમ મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રતમાં રૂપિયામાં એક આની (સવા છ નયા પૈસા) જેટલું અહિંસાનું પાલન થાય છે.
ફળ– આ વ્રતના પાલનથી હિંસા સંબંધી ક્રૂર પરિણામના પાપથી બચી જવાય છે. જીવદયાનું વિશેષ પાલન થાય છે.
(૨) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત– કન્યા-અલીક, ગો-અલીક, ભૂમિઅલીક, ન્યાસ-અપહાર, કૂટસાક્ષી એ પાંચ પ્રકારના અસત્યનો ત્યાગ.
(૧) કન્યા-અલીક– સગપણ વગેરે પ્રસંગે કન્યા સંબંધી અલીકઃખોટું બોલવું. દા.ત. કન્યા રૂપાળી ન હોવા છતાં રૂપાળી કહેવી. અહીં કન્યા એ ઉપલક્ષણ છે. એટલે દ્વિપદપ્રાણી(=બે પગવાળા જીવો) સંબંધી સર્વ પ્રકારના અસત્યનો કન્યા-અલીકમાં સમાવેશ થાય છે. આથી દાસ-દાસી વગેરે સંબંધી અસત્યનો પણ કન્યા-અલીકમાં સમાવેશ થઈ જાય છે.
(૨) ગો-અલીક ગાય સંબંધી અસત્ય બોલવું. ગાયના અંગમાં અમુક પ્રકારનો રોગ હોવા છતાં તેને રોગરહિત કહીને અન્યને ઠગવાનો પ્રયત્ન કરવો વગેરે. અહીં ગાયના ઉપલક્ષણથી ચતુષ્પદ(=ચાર પગવાળા), ભેંસ વગેરે સર્વ પશુઓ સંબંધી અસત્યનો ગો-અલીકમાં સમાવેશ થાય છે.